પ્રિયંકા ચોપરાના જણાવ્યા મુજબ તે 20 વર્ષની હતી જ્યારે તે લગ્નને લઈને સહજ ન હતી. તેના વિચારથી ડર લાગતો હતો. જોકે, હવે તે આ બાબતે કમ્ફર્ટેબલ છે. પ્રિયંકાએ એક અંગ્રેજી મેગેઝીન સાથેની વાતચીતમાં જણાવ્યું કે નિક જોનસને મળ્યા પછી તેનો લગ્ન વિશેનો ખ્યાલ કરી રીતે બદલ્યો? તેણે કહ્યું, ‘લાંબા સમય સુધી લાગતું હતું કે હું કઈ નથી જાણતી. વિવાહિત હોવું જાણે એક વિચિત્ર વિચાર હતો.’
‘બ્રાઈડ બનવાના વિચારથી એક્સાઈટેડ થઇ જતી હતી’
પ્રિયંકાએ વાતચીતમાં જણાવ્યું કે, ‘મને વિવાહિત હોવાના વિચાર સાથે પ્રેમ હતો. હું બ્રાઈડ બનવાના વિચારથી એક્સાઈટેડ થઇ જતી હતી, એ વાત જાણ્યા વગર કે તેનો અર્થ શું હોય છે?’
પ્રિયંકાએ આગળ કહ્યું કે જ્યારે તમને યોગ્ય માણસ મળી જાય છે ત્યારે દરેક વસ્તુ સહજ લાગે છે. એક્ટ્રેસે આ દરમ્યાન તેના વ્યક્તિત્ત્વને લઈને પણ વાત કરી. તેના જણાવ્યા મુજબ તે ઘણી એમ્બિશિયશ છે. તે કહે છે કે વધતી ઉંમર સાથે તેને થયું કે કોઈ મહિલાનું એમ્બિશિયશ હોવું યોગ્ય નથી. પરંતુ પછીથી તેણે અનુભવ્યું કે આ તેની તાકાત છે.
2018માં પ્રિયંકા નિકનાં લગ્ન થયાં
પ્રિયંકા ચોપરાએ 1 ડિસેમ્બર 2018ના રોજ ઇન્ટરનેશનલ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. 28 વર્ષીય નિક પ્રિયંકાથી ઉંમરમાં 10 વર્ષ નાનો છે.
હાલમાં જ નિક માટે કરવાચોથ રાખ્યું હતું
પ્રિયંકાએ હાલમાં જ નિક જોનસ માટે બીજીવાર કરવાચોથનું વ્રત રાખ્યું હતું. લાલ સાડીમાં પૂજાની થાળી લઈને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર ર્ક્યા હતા.
ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાની માતા મધુ ચોપરાએ કહ્યું હતું કે, ‘નિક પણ પ્રિયંકા સાથે વ્રત રાખવા ઈચ્છતો હતો પણ પ્રિયંકાએ તેને આ ન કરવા દીધું કારણકે પ્રિયંકાને વ્રત રાખવાની આદત છે, પણ નિક વધુ સમય સુધી ફાસ્ટિંગ ન કરી શકે.’