લવ જેહાદનું સમર્થન કરતી તનિષ્કની એડને લઈને ગુસ્સે થઈ કંગના રનૌત, કહ્યું- આ હિંદુ ધર્મના હિતમાં નથી

0
60

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ સમયે જ્વેલરી કંપની તનિષ્કની એક એડને લઈને નિશાના પર આવી આવી છે. આ એડ લવ જેહાદને સમર્થન આપતી બતાવવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર તેને લઈને ખુબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પછી તનિષ્કની એડને હટાવવાની ફરજ પડી હતી. હવે આ સમગ્ર મામલા ઉપર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કંગનાએ પણ તનિષ્કનો વિરોધ કર્યો છે અને આ એડને લઈને પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતે આ એડ ઉપર પોતાનો વિચાર વ્યક્ત કરતા લખ્યુ હતું કે, એડનો જે કોન્સેપ્ટ હતો એટલો ખોટો નથી જેટલો તેનો અમલ કરાયો છે. એક હિંદુ ધર્મની છોકરીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. છોકરી ભારે અવાજે પોતાની સાસુને પૂછી રહી છે કે આ રિવાજ તો તમારે ત્યાં માનવામાં નથી આવતો તો પછી કેમ કરી રહ્યા છો ? શું તે તે ઘરની નથી ? કેમ તેને એ પુછવાની ફરજ પડી રહી છે. શા માટે તે પોતાના ઘરમાં જ આટલી દબાયેલી લાગી રહી છે. ખુબ જ શરમજનક..

આ પછી આ વિવાદ ઉપર કંગના રનૌતે બે ટ્વિટ કર્યા હતા. કંગનાએ બીજા દ્રષ્ટિકોણથી તનિષ્ક એડની નિંદા કરી છે. તેણે કહ્યું કે આ એડ કેટલીક રીતે ખોટી છે. તે મહિલા જે પહેલાથી ઘરમાં રહે છે તેને સ્વીકૃતી ત્યારે મળી જ્યારે તેની કોખમાં ઘરનો વારિસ આવ્યો. તેનું ઘરમાં શું મહત્વ છે. આ એડ માત્ર લવ જેહાદનું સમર્થન જ નથી કરતી સાથે સાથે જાતીયતાને પણ પ્રોત્સાહન આપે છે.

આ સિવાય કંગનાના હિંદુ ધર્મના લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, એક હિંદૂ હોવાના પગલે આપણે આતંકવાદીઓના આ કલાત્મક અંદાજથી પણ દૂર રહેવું જોઈએ. જે આપણા મનોભાવમાં આવા બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યા છે. એ ખુબ જ જરૂરી થઈ ગયું છે કે આપણે આસપાસના દરેક વિચારને સારી રીતે જાણવાની કોશિશ કરવી જોઈએ આ પ્રકારની વિચારધારા આપણને પ્રભાવિત કરી શકે અને નુકસાન કરી શકે છે. આ એક રસ્તો છે જેનાથી આપણે આપણી સભ્યતાને બચાવી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here