લારી- ગલ્લાવાળાઓના ઓળખકાર્ડમાં ઉભા રહેવાનું સ્થળ દર્શાવવા માંગણી

0
48

– મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂઆત

– ટ્રોમિલના અડધા ભાવ આવતા આચારસંહિતા પહેલાં વર્કઓર્ડર આપો

ડિસિલ્ટિંગના વિવાદી કામ અંગે એન્જિનિયર સામે શંકાની સોય

અમદાવાદ, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી મિટિંગમાં 44 રૂટિનના અને 7 તાકિદના મળીને 51 કામોને મંજૂરી આપવામાં આવી છે. ઝીરો અવર્સમાં લારી ગલ્લાવાળાઓને અપાતા ઓળખપત્રમાં તેઓએ કયા સ્થળે ઉભા રહેવાનું છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ તેવી માંગણી ઉઠવા પામી હતી. કેમ કે અમુક રોડમાં એકે ય લારી હોતી નથી.

અમુક ભરચક વિસ્તારમાં બબ્બેની લાઇનમાં ઉભા રહી જાય છે, જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો સર્જાય છે. આ ઉપરાંત ટેક્સના બિલો સુધારવા સહિતની માંગણી સાથે આવેલી વાંધા અરજીઓનો ઝડપી નિકાલ કરવા પણ એક સભ્યએ જણાવ્યું હતું.

સ્ટ્રીટ લાઇટના થાંભલામાં એસ્ટ્રોનોમિક સ્વીચો નાખવામાં આવી છે જેમાં આવતા 20 વર્ષ સુધીનો સુર્યાસ્ત અને સૂર્યોદયનો સમય ફીડ કરેલો છે આ સ્વીચો પૈકી મોટા ભાગની બગડી ગઈ હોવાથી તેને તાકીદે રીપેર કરાવવાની જરૂર ઉભી થઈ છે.

ખારીકટ કેનાલ પર નખાયેલા કેમેરાઓ ચાલુ કરાવીને તેનું જોડાણ પાલડીના કન્ટ્રોલરૂમ સાથે કરવું જોઈએ, જેથી કેનાલમાં કચરો ફેંકનાર કે ગંદા પાણીનું ટેન્કર ઠાલવનારને ઝડપી શકાય તેમ પણ ચર્ચા થઈ હતી.

એક સભ્યએ એસવીપી હૉસ્પિટલની જેમ શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં તમામ પ્રક્રિયાનું કોમ્પ્યુટરાઇઝેશન કરવું જોઈએ તેવી માગણી ઉઠી હતી. ઉપરાંત ટ્રો મિલના નવા ટેન્ડરમાં 50 ટકા ભાવો આવ્યા હોવાથી મ્યુનિ.ની તિજોરીને મોટો ફાયદો થયો છે આ સંજોગોમાં આચારસંહિતા પહેલા તેમને વર્કઓર્ડર કામ ચાલુ થઈ જાય તેમ ઘાટલોડિયાના સભ્યએ જણાવ્યું હતું.

જો કે ઉત્તર પશ્ચિમ ઝોનના એન્જિનિયરિંગ ખાતામાં એક વર્ષથી પસાર થઈને પડેલું ડિસિલ્ટિંગનું સિંગલ ટેન્ડર કઈ રીતે કમિટીઓ દોડતું થયુંં થયું તેની પાછળ કયા ચાલક બળે ભૂમિકા ભજવી તે મુદ્દે વિવાદ ચાલુ રહ્યો છે. આમાં રસ લેનાર ટોચના નેતાઓ સામે પ્રશ્નો ઉભા થયા છે. તો બીજી તરફ આ ઝોનના એડિશન એન્જિનિયર સામે પણ શંકાની સોય તકાઈ છે આમાં ઇન્કવાયરી થાય તો ઘણાંને છાંટા ઉડે તેમ હોવાનું ચર્ચાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here