લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને વડા પ્રધાન મોદીએ આપી જન્મદિવસની શુભકામનાઓ કહ્યુ, આપ દેશવાસીઓના પ્રેરણાસ્ત્રોત

0
90

ભાજપનો પાયો નાખનાર નેતાઓમાં સામેલ રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના 93માં જન્મદિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ આપી છે. વડા પ્રધાન મોદીએ આ ખાસ અવસરે કહ્યુ, લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.

લાલકૃષ્ણ અડવાણીને શુભકામનાઓ આપતા પીએમ મોદીએ ટ્વીટ કરી, ભાજપને જન-જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિનની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તેઓ પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હુ તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરૂ છુ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ભાજપના કેટલાક નેતાઓએ પણ લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે શુભકામનાઓ આપતા લખ્યુ, જનસંઘ, ભાજપના મહાન નેતા અને પૂર્વ નાયબ વડા પ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજી જુગ-જુગ જીવો, સ્વસ્થ રહો. તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ અડવાણીને શુભકામનાઓ આપતા કહ્યુ, ભારતના પૂર્વ ડેપ્યુટી પીએમ અને અમારા માર્ગદર્શક શ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. 

આ ખાસ અવસરે ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપી. અમિત શાહે ટ્વીટ કરતા લખ્યુ, આદરણીય અડવાણીજીએ પોતાના પરિશ્રમ અને નિસ્વાર્થ સેવાભાવથી ના માત્ર દેશના વિકાસમાં મહત્વનુ યોગદાન આપ્યુ પરંતુ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાના વિસ્તારમાં પણ મુખ્ય ભુમિકા નિભાવી. તેમના જન્મદિવસ પર તેમને શુભકામનાઓ આપુ છુ અને ઈશ્વર સાથે તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરૂ છુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here