લિઓનિડ ઉલ્કાવર્ષા: કાળા આકાશી ચંદરવામાં ચમકદાર ‘આતશબાજી’નો કુદરતી ખેલ

0
35

 નવેમ્બર 16-17, 2020ની રાત્રે હળવી ઉલ્કા વર્ષાનો અને તે બહાને આકાશદર્શનનો લહાવો માણવા જેવો છે

– પાઠ્યપુસ્તીકોનાં બે પૂંઠાં વચ્ચેલ ‘પુરાયેલું’ આપણા દેશનું યુવા-વિદ્યાર્થી ધન અભ્યાલસક્રમના ટાઇટમટાઇટ બંધનમાંથી બહાર નીકળી શકે તો આકાશદર્શન જેવી સરસ મજાની હોબી વ્યાલપક રીતે ખીલી શકે.

અમેરિકાના વિખ્યા-ત વિજ્ઞાનકથા લેખક ફ્રિટ્ઝ લિબરે કહેલું કે, There was always something new to be seen in the unchanging night sky. અર્થાત્ દરરોજ રાત્રે એકસરખા જણાતા રાત્રિઆકાશમાં કંઈક નવું જોવા મળી જાય છે. 

બિલકુલ સાચું! બ્રહ્માંડમાં કશું સ્થિજર કે સ્થાથયી નથી. ગતિ, બદલાવ, સર્જન, વિસર્જન વગેરે બધું બ્રહ્માંડની ફિતરત છે.  અંધારી રાત્રે તારાજડિત આકાશી ચંદરવા નીચે પીઠભર લેટી બે હાથ મસ્ત્ક પાછળ રાખી જેમણે રાત વીતાવી હોય તેઓ જાણતા હશે કે ઉપર દેખાતા કાળા કેનવાસ પર ગ્રહો, તારાગુચ્છે, દૂધગંગાનો પટ્ટો વગેરેનાં દૃશ્યોક સ્લામઇડ-શો માફક દર થોડી વારે બદલાતાં  રહે છે.

આ બધું જોવા માટે એકાદ બાઇનોક્યૂલર યા ટેલિસ્કોદપ હોય તો જલસો પડી જાય, પણ તે ઉપકરણો ન હોય તોય શું? માણસની આંખ અંતરિક્ષમાં બહુ દૂર સુધી દૃષ્ટિોપાત કરી શકે એટલી પાવરફુલ છે. 

એક દાખલો: આશરે ૪૦૦ અબજ તારા ધરાવતી તથા ૪૦ અબજ સૂર્યો ધરાવતી M31/ દેવયાની આકાશગંગા પચ્ચીબસ લાખ પ્રકાશવર્ષના અંતરે છે. એક પ્રકાશવર્ષ બરાબર ૯,૪૬,૦પ૩ કરોડ કિલોમીટર થાય. આ હિસાબે ૨પ લાખ પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર થયું તે ગણવા બેસવાના હો તો એડવાન્સ્માં ઓલ ધ બેસ્ટટ! જવાબરૂપી મળનારો તોતિંગ આંકડો માનવ આંખની ‘દીર્ઘદૃષ્ટિ ’નો ખ્યાાલ આપે છે.

આકાશદર્શનમાં આપણે ત્યાં  તો મર્યાદિત લોકોને રસ પડે, પણ પશ્ચિમી દેશોમાં બાળકોથી લઈ મોટેરાંને તેનો ભારે શોખ હોય છે. શનિ-રવિની રજાઓમાં માતાપિતા તેમનાં સંતાનો જોડે દૂરદરાજના પ્રદેશમાં નીકળી પડે.

દિવસભર પૃથ્વી પરનું કુદરતી સૌંદર્ય માણે અને રાત પડ્યે ટેલિસ્કોાપ તથા બાઇનોક્યૂલર વડે આકાશી ફલક ફંફોસવા બેસી જાય. આવા રસિયાઓ માટે યુરોપ-અમેરિકામાં ખગોળશાસ્ત્ર્નાં તથા આકાશદર્શનનાં ખાસ સામયિકો નીકળે છે.

બધાં પાછાં વેચાય અને વંચાય છે. પાઠ્યપુસ્તરકોનાં બે પૂંઠાં વચ્ચેમ ‘પુરાયેલું’ આપણા દેશનું યુવા-વિદ્યાર્થી ધન અભ્યાેસક્રમના ટાઇટમટાઇટ બંધનમાંથી બહાર નીકળી શકે તો આકાશદર્શન જેવી સરસ મજાની હોબી વ્યા પક રીતે ખીલી શકે. જોઈએ કે સપરમો એ દિવસ ક્યારે આવે છે.

દરમ્યાહન વર્તમાનમાં એક ખગોળીય ઘટના આકાશદર્શનનો જ્ઞાનવર્ધક શોખ કેળવવાનો મોકો આપવા જઈ રહી છે. નવેમ્બીર ૧૬-૧૭, ૨૦૨૦ના રોજ ભારતના રાત્રિઆકાશમાં ઉલ્કાુવર્ષા થતી જોવાનો અવસર મળવાનો છે, જે ચૂકવા જેવો નથી.

કલાકના ૧પ-૨૦ લેખે અવકાશી ઉલ્કાકઓ પૃથ્વી  તરફ કલાકના પપ,૦૦૦ કિલોમીટરના વેગે ધસી આવશે અને ઉપલા વાતાવરણ જોડે બેસુમાર ઘર્ષણ પામી અસંખ્ય  બારીક ટુકડાઓ છિન્નનભિન્નશ થઈ જશે. અલબત્ત, ભરઅાકાશે વિસર્જન પામતા પહેલાં દરેક ઉલ્કાી કાળા આકાશમાં લાંબો, રૂપેરી ચાષ પાડશે. ખગોળશાસ્ત્રામાં એ ઘટના મિટિઓર શાવર અને ગુજરાતીમાં ઉલ્કા વર્ષા તરીકે ઓળખાય છે.

■■■

અંતરિક્ષમાં ચક્કર કાપતા પૃથ્વીમ, બુધ, શુક્ર, મંગળ, ચંદ્ર વગેરે જેવા અવકાશી પિંડ ધૂળ-માટી અને ખડકો-ખનિજોના બનેલા છે. કરોડો વર્ષ પહેલાં ગુરુત્વાપકર્ષણની અસર હેઠળ તે પદાર્થ ચુરમાના લાડુની જેમ ગોળાકાર પિંડ તરીકે ગંઠાયો ત્યાષર પછી કેટલોક પદાર્થ કણક રૂપે શેષ બચ્યોન. ધૂળ, કાંકરા, પથરા અને વિશાળ ખડકોના સ્વષરૂપે તેમનો છૂટપૂટ સમુદાય અંતરિક્ષમાં ઇધર ઉધર ભટક્યા કરે છે.

ઘણી વાર તે સમુદાયના રખડુ સભ્યોી પૃથ્વીની અડફેટે ચડી જાય ત્યાઉરે અંતરિક્ષમાં કલાકના ૧,૦૭,૨૨૮ કિલોમીટરના પૂરપાટ વેગે આગળ વધતી પૃથ્વી પોતાના ગુરુત્વાેકર્ષણ થકી તેને ખેંચી લે છે.

ભંગાર જેવો વાતાવરણમાં દાખલ થાય કે તરત ઘટ્ટ હવા સાથે ઘર્ષણ પામીને સળગવા માંડે. અંધારી રાત્રે તેનો તેજલીસોટો આકાશમાં પથરાય છે, જેને લોકો (ખોટી રીતે) ખરતો તારો ધારી બેસે છે. વાસ્તયવમાં તે ઉલ્કાદ છે. તારા કદી ખરતા નથી. વળી પૃથ્વીથી નજીકમાં નજીકનો તારો એટલે કે આપણો સૂર્ય પણ ૧૪.૯૬ કરોડ કિલોમીટર દૂર છે, તો અનેક ­પ્રકાશવર્ષ છેટેના તારા પૃથ્વી પર ખરી પડવાનો સવાલ જ નથી.

■■■

અંતરિક્ષમાં પ્રવાસ કરતી પૃથ્વી  દર વર્ષે નવેમ્બ ર માસમાં ઉલ્કા ના બહુ મોટા સમુદાય વચ્ચેીથી પસાર થાય છે. સંખ્યા બંધ ઉલ્કા ઓને તે વેક્યૂમ ક્લીનરની માફક પોતાની તરફ ખેંચે છે, એટલે રાત્રિઆકાશમાં રૂપેરી આતશબાજી જોવા મળે છે. આવા સ્કા ય-શોની દિશા પૂર્વની, સમય મોડી રાત પછીનો અને નક્ષત્ર એટલે કે તારામંડળનું નામ પૂછતા હો તો Leo/ સિંહ છે.

નવેમ્બવર, ૧૬-૧૭ની રાત્રે યોજાનારા ઉલ્કારવર્ષાના સ્કા ય-શો વખતે દર કલાકે પંદરથી વીસ ઉલ્કાર તેજલીસોટો પાથરતી જોવા મળવાની સંભાવના છે. આ બધા અવકાશી ખડકો વાસ્તકવમાં ટેમ્પકલ-ટટલ નામના ધૂમકેતુનો ખરી પડેલો પદાર્થ છે.

અર્ન્સ્ટ વિલ્હેકમ ટેમ્પ લ અને હોરેસ ટટલ નામના બે ખગોળવિદ્દોએ ૧૮૬પમાં શોધેલો એ ધૂમકેતુ દર ૩૩ વર્ષે પૃથ્વીટની મુલાકાતે આવે છે અને લાંબા પ્રવાસ વખતે ભ્રમણકક્ષામાં ખડકોરૂપી ભંગાર વેરતો જાય છે.

ધૂમકેતુ એટલે કે પૂંછડિયો તારો પોચો છતાં ગંઠાયેલો પિંડ છે, જે ચોક્કસ અંતરાલે સૂર્યની પ્રદક્ષિણા કરવા આવે છે. સૂર્યની વધુ ને વધુ નજીક જતાં ­પ્રખર તાપ વરતાય ત્યારે ધૂમકેતુનો થીજેલો બરફ પરબારો વાયુમાં ફેરવાય અને બરફે પકડી રાખેલા ખડકોના સોલિડ ચક્કા આપમેળે છૂટા પડવા લાગે. ટેમ્પબલ-ટટલ ધૂમકેતુએ વેરેલા ચક્કા પૈકી કેટલાકને દર વર્ષે નવેમ્બ ર માસમાં પૃથ્વીરનું ગુરુત્વાેકર્ષણ ખેંચી લે છે.

ટેમ્પબલ-ટટલ ધૂમકેતુની શોધ તથા નામકરણ ભલે ૧૮૬પમાં થયા, પણ અંતરિક્ષમાં તેની હાજરી (અન્ય- ધૂમકેતુઓની જેમ) કરોડો વર્ષથી છે.

માનવજાતને તેણે દર્શન દીધાંની તવારીખી નોંધ ઈ.સ. ૯૦૨માં ચીનના ખગોળ નિષ્ણાતોએ કરી હતી. નોંધમાં જણાવ્યા અનુસાર પૂર્વ દિશાના રાત્રિ આકાશમાં ચીની લોકોને અસંખ્યચ તેજલીસોટા જોવા મળ્યા હતા. આ ઘટના પાછળનું કારણ શું તેનો ખુલાસો ચીની ખગોળશાસ્ત્રી પામી શક્યા નહોતા.

ઈ.સ. ૯૦૨ પછી દર ૩૩ વર્ષે ટેમ્પુલ-ટટલ પોતાનો વાયદો પાળતો રહ્યો અને પૃથ્વીધના આકાશમાં આતશબાજી કરતો રહ્યો, પરંતુ તેજના લીસોટા શેને કારણે થાય છે તેનો ખુલાસો તો ૧૮૩૩ સુધી મળ્યો નહિ.

આતશબાજીનો કુદરતી ખેલ સરેરાશ ૩૩ વર્ષની ઘટમાળમાં ભજવાય છે એ હકીકત તરફ પણ ખગોળ નિષ્ણાતોનું ધ્યાન ગયું ન હતું. આ બાબતે ૧૮૩૩નું વર્ષ ક્રાંતિકારી નીવડ્યું.

ઇતિહાસમાં સાચે જ અભૂતપૂર્વ ગણી શકાય એવા મિટિઅોર શાવરે નવેમ્બર ૧૩, ૧૮૩૩ની રાત્રે કાળા આકાશ પર લાખો રૂપેરી ચાષ પાથર્યા.

ફટાકડાની આતશબાજીને ક્યાંય ઝાંખી પાડી દેતાં એ ભવ્ય  દૃશ્યનો વધુ લહાવો અમેરિકનોને મળ્યો. ઉલ્કાની હેલી લગાતાર નવ કલાક વરસી, જે દરમ્યાન અમેરિકાના પૂર્વાકાશમાં દર કલાકે ૨,૪૦,૦૦૦ ઉલ્કાએ એટલો બધો ઉજાસ ફેલાવ્યો  કે નાયાગરા ધોધ રાત્રિના અંધકારમાં પણ સ્પકષ્ટ, જોઈ શકાતો હતો.

ખગોળ વિજ્ઞાન ત્યા રે સારી એવી પ્રગતિ કરી ચૂક્યું હતું, એટલે આકાશમાં પથરાતી પ્રકાશપૂંજો ધૂમકેતુએ ખંખેરી કાઢેલા ખડકોને આભારી હોવાનું સાબિત થયું. ખગોળશાસ્ત્રરના જોડણીકોષમાં તે ઘટના માટે ‘મિટિઅોર શાવર’ શબ્દ  ઉમેરાયો.

■■■

ડિસેમ્બર, ૧૮૬૫માં અર્ન્સ્ટ ટેમ્પલ અને હોરેસ ટટલ નામના ખગોળ નિષ્ણાતોએ મિટિઓર શાવરના કારક એવા ધૂમકેતુનો પત્તો લગાવ્યો અને તેની ભ્રમણકક્ષા આંકીને પુરવાર કર્યું કે ૩૩ વર્ષે તે ધૂમકેતુ સૂર્યની મુલાકાત લેતો હતો. સિંહના (લિઅોના) તારામંડળને દર વખતે ચાતરીને તે પસાર થતો હતો, માટે વખત જતાં તેની ઉલ્કાવર્ષા ‘લિઅોનિડ શાવર’ તરીકે અોળખાવા લાગી. ધૂમકેતુ પોતે કોમેટ ટેમ્પલ-ટટલના નામે જાણીતો બન્યો. 

આ પૂંછડિયા તારાએ ભૂતકાળમાં પોતાનો જે ભંગાર અંતરિક્ષમાં વેરેલો તેમાંનો કેટલોક  નવેમ્બડર ૧૬-૧૭, ૨૦૨૦ની રાત્રે પૃથ્વીટના વાતાવરણમાં ખરતો દેખી શકાશે. ખગોળ નિષ્ણાડતોની ગણતરી મુજબ કલાકમાં પંદરથી વીસ ઉલ્કા  જોવા મળવાની સંભાવના છે. આમ છતાં પતનનો આંકડો ક્યારેય નિશ્ચિત હોતો નથી.

જેમ કે, ૧૯૬૬ની સાલમાં અમેરિકાનું આકાશ કલાકની ૩,૦૦,૦૦૦ લાખ ઉલ્કાઉથી ભરાઈ ગયું હતું, તો ૧૯૯૯, ૨૦૦૧ અને ૨૦૦૨માં સ્કોનર ૩,૦૦૦ કરતાં વધુ નહોતો. નવેમ્બલર ૧૭, ૨૦૧૩ની રાત્રે આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો૦ હોવાથી તેનું લાઇટ પોલ્યુુશન ઉલ્કાખવર્ષા જોવામાં બાધારૂપ સાબિત થયું હતું.

નસીબ પાધરા હશે તો આવતી કાલથી આપણને ઉલકાવર્ષાનો લાભ મળવાનો છે. આ અવકાશી ઘટનાના સાક્ષી બનવા માટે ટેલિસ્કોવપ કે બાઇનોક્યૂલર હોવું ફરજિયાત નથી. નરી આંખે પણ તે નજારો માણી શકાય છે.

અલબત્ત, ઔદ્યોગિક એકમોનાં ભૂંગળાંએ તેમજ વાહનોનાં સાઇલેન્સતરે શહેરના વાતાવરણને ધુમાડાથી ખરડી મૂક્યું હોવાથી શહેરથી કેટલાક કિલોમીટર દૂરના ખેતરાઉ વિસ્તા રમાં (નાસ્તાખપાણી, ફોલ્ડિં ગ ખુરશી, શેતરંજી અને ટોર્ચ લઈને) ચાલ્યા જવું હિતાવહ છે. આવાં સ્થાળે પ્રકાશની માત્રા નજીવી હોવાથી લાઇટ પોલ્યૂ‍શનનો પ્રશ્ન ટળી જતાં કાળાડિબાંગ આકાશમાં મહત્તમ તારા જોવા મળે છે. 

અલબત્ત, લાખો તારાની ભીડભાડમાં કયો તારો કયો એ કેમ જાણવું? આને માટે આકાશદર્શનમાં કે ખગોળશાસ્ત્રશમાં મહારત હોવી જરૂરી નથી. મોબાઇલ ફોનમાં Sky Map અથવા Indian Sky Map નામની એપ્લિમકેશન સામેલ કરી દો એ પૂરતું છે. આ બન્ને  એપ મોબાઇલના સ્ક્રી ન પર રાત્રિ આકાશનો નકશો રજૂ કરે છે.

ફોનને હાથમાં ઝાલીને આકાશ તરફ માંડતાં જ ગ્રહો, નક્ષત્રો, તારા, આકાશગંગા વગેરેનાં સ્થારનો તેમનાં નામ સહિત સ્ક્રીંન પર ચમકે છે. Indian Sky Map એપ્લિકેશન તો દરેક નામ ભારતીય ખગોળશાસ્ત્રત અનુસાર હિંદીમાં દર્શાવે છે. આકાશદર્શનનો શોખ ખીલવવા માટે શું અેટલું પૂરતું નથી? એક વખત એ શોખના ‘બંધાણી’ બની જુઓ. બ્રહ્માંડનાં અવનવાં રહસ્યો  પામવાનો ‘કેફ’ મગજને એક અનેરા પ્રકારનો આનંદ આપશે! ■

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here