લિવરનો રોગ છે કે નહીં તે તપાસવા એડવાન્સ સેન્સર બનાવવામાં આવ્યું, લક્ષણો જોવાં મળતાં 5 મિનિટની અંદર જ સેન્સર રિઝલ્ટ આપી દેશે

0
30
  • અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ સેન્સર ડેવલપ કર્યું
  • આ 5 મિનિટમાં ફેટી લિવર અને લિવર ફાયબ્રેસિસનો ટેસ્ટ કરી શકે છે

અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવું સેન્સર બનાવ્યું છે જે ફેટી લિવર નામના રોગની શોધ કરે છે. સેન્સરની મદદથી લિવર ચેક કરવામાં આવે છે. આ સેન્સર બનાવનાર મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના માઇકલ સીમાનું કહેવું છે કે, આ સેન્સરથી ટેસ્ટ કરવા માટે શરીરમાં કોઈ ચીરો પાડવાની જરૂર નથી રહેતી. લક્ષણો દેખાય તે પહેલાં આ રોગ શોધી શકાય છે. આની તપાસ કરતી વખતે તે પણ જણાવી શકાય છે કે કયા દર્દીને લિવર ફાઇબ્રોસિસ છે.

સેન્સર કેવી રીતે કામ કરે છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ટેબલ પર ડિવાઇસ ફીટ કરી શકાય છે. આ સેન્સર ન્યુક્લિયર મેગ્નેટિક રેસોનન્સની મદદથી એ જાણી શકાય છે કે શરીરના ટિશ્યૂઝમાંથી કેટલું પાણી અલગ થઈ રહ્યું છે. તેનાથી એ સમજી શકાય છે કે લિવરમાં કેટલું ફેટ છે.

ફેટી લિવર શું છે?
જ્યારે લિવરમાં ચરબીનું પ્રમાણ વધી જાય તો તેને ફેટી લિવર કહેવામાં આવે છે. તેમાં વધેલી ચરબીને કારણે લિવરમાં સોજો આવવાનું શરૂ થઈ જાય છે. લાંબા સમય સુધી જો સારવાર ન થાય તો તે સંપૂર્ણ રીતે ડેમેજ થઈ શકે છે. ફેટી લીવરના કિસ્સા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ આલ્કોહોલનું સેવન વધુ કરે છે. ફેટી લિવરની સારવાર ન થવાથી તે લિવર ફાઇબ્રોસિસમાં પરિણમે છે અને સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.

ઉંદર પરનો પ્રયોગ સફળ રહ્યો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઉંદરો પર સેન્સરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનાથી 86% સુધી લિવર ફાઇબ્રોસેસ અને 92% સિધી ફેટી લિવર ડિસીઝના સચોટ પરિણામ મળે છે. તે 10 મિનિટમાં રિઝલ્ટ આપી દે છે. પરંતુ વૈજ્ઞાનિકો તેના પર કામ કરી રહ્યા છે કે પરિણામ આનાથી પણ ઓછા પણ સમયમાં મળી જાય.

સ્કિનની 6mm નીચે સુધી સ્કેન કરી શકે છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, નવા સેન્સરની મદદથી ત્વચાની નીચે 6mm ઊંડાણ સુધી આ સેક્નર સ્કેનિંગ કરી શકાય છે. તેનાથી મોનિટર પર જઇને લિવરની સ્થિતિ જાણી શકાય છે. સેન્સર વધુ ઊંડાણથી નિરીક્ષણ કરી શકે તેના પર પણ કામ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here