લોકડાઉન પછી 15 ઓક્ટોબરથી ખુલનારા સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ હશે ’પીએમ નરેન્દ્ર મોદી’

0
101

કોરોના વાયરસના પગલે લાગેલા લોકડાઉનમાં છૂટ મળ્યા પછી 15 ઓક્ટોબરથી કેન્દ્રએ દેશભરના સિનેમાઘરોને શરતો મુજબ ખોલવાની પરવાનગી આપી દીધી છે. સિનેમા ઘરો બંધ હોવાના પગલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર ખુબ જ મોટો પ્રભાવ પડ્યો છે. કેટલીક ફિલ્મો આજે પણ રિલીઝ થવાની લાઈનમાં લાગી છે. આ વચ્ચે એવા સમાચાર લોકડાઉન પછી દેશભરના  સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ વિવેક ઓબેરોયની પીએમ નરેન્દ્ર મોદી હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર આધારિત છે. મે, 2019માં રિલીઝ થયા પછી હવે 15 ઓક્ટોબરે ફરીથી સિનેમાઘરોમાં દેખાડવામાં આવશે. ફિલ્મોના શોખીન લોકો કેટલાક મહિનાથી સિનેમા ઘરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને માર્ચથી જ ફિલ્મોની રિલીઝ ઉપર રોક લગાવી દેવામાં આવી હતી અને સિનેમા ઘરોને તાળુ મારી દેવામાં આવ્યું હતું.  

કોરોના વાયરસના પગલે કેટલીક કંપનીઓને નુકસાન થયું છે. જે નાના સિનેમા ઘરો ચલાવતા હતા. જો કે અનલોક-5ની ગાઈડ લાઈનમાં સિનેમા ઘરોને ફરી ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આ વચ્ચે દર્શકોની વચ્ચે એક સીટ ખાલી મુકવાનો શરતી રાખવામાં આવી છે. આવતા સપ્તાહથી તમે ફરીથી પોતાની પસંદની ફિલ્મોને સિનેમા ઘરોમાં જોઈ શકશો. તમને જણાવી દઈએ કે લોકડાઉનમાં સૌથી પહેલા રિલીઝ થનારી ફિલ્મનું નામ ‘પીએમ નરેન્દ્ર મોદી’ છે. પીએમ મોદીના જીવન ઉપર આધારિત વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મને એક વર્ષ પછી ફરીથી 15 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સૌથી પહેલા ગયા વર્ષે એટલે કે મે-2019માં સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ નરેન્દ્ર મોદીને ફરીથી રિલીઝ કરવાની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આપી છે. આ સિવાય ફિલ્મના નિર્માતાની તરફથી પણ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રિ-રિલીઝ તારીખ 15 ઓક્ટોબર-2020 બતાવવામાં આવી છે. આ ફિલ્મ લોકડાઉન પછી સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ છે.

તરણ આદર્શે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, આવતા સપ્તાહે સિનેમાઘરોમાં અભિનેતા વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ નરેન્દ્ર મોદી સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેણે આગળ લખ્યુ હતુ કે ઓફિસિયલ પોસ્ટરથી રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે પીએમ મોદીનું પાત્ર નિભાવ્યું છે. તે લીડ રોલમાં છે. પીએમ મોદીના જીવન ઉપર આધારિત આ ફિલ્મને મેરી કોમ અને સરબજીત જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર ઓમંદ કુમારે બનાવી છે. ફિલ્મમાં પીએમ મોદીની રાજનીતિક કારકિર્દીથી લઈને તેમની મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવા સુધીની યાત્રાને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય નવ અલગ અલગ રૂપમાં નજરે પડે છે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેક્ષ પણ ખુલવા જઈ રહ્યા છે. જેના પર કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, ગૃહ મંત્રાલયના નિર્ણય અનુસાર સિનેમા ઘર, મલ્ટીપ્લેક્ષ 15 ઓક્ટોબરથી ખુલશે.  

સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક ગાઈડલાઈન જાહેર કરી છે. અને 50 ટકા લોકોની છુટ આપવામાં આવી છે. તેણે વધુમાં કહ્યું કે કોરોનાના સંદર્ભમાં જાગૃતિ ફેલાવનારી એક મિનીટની ફિલ્મ બતાવવી ફરજીયાત છે. દરેક જગ્યાએ ટિકીટની ઓનલાઈન બુકિંગને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here