લોનની ચૂકવણીમાં હવે વધુ રાહત આપવી શક્ય જ નથી : આરબીઆઈ

0
93

– લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમમાં આરબીઆઈનું સોગંદનામુ

– લોનની ચૂકવણીમાં વિલંબ માટે છ મહિનાથી વધુની રાહત આપવી દેશના અર્થતંત્ર માટે હાનિકારક : કેન્દ્રની દલીલ

હપ્તાની ચૂકવણી નહીં કરનારાને એનપીએ જાહેર કરવા પરનો પ્રતિબંધ સુપ્રીમ હટાવે : આરબીઆઈ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર, 2020, શનિવાર

કોરોનાકાળમાં દેશમાં લોનધારકોને લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં છ મહિનાની રાહત આપવામાં આવી હતી. લોન મોરેટોરિયમની આ રાહત એટલે કે લોનની ચૂકવણીમાં વિલંબની સુવિધા લોનાૃધારકોને હવે આપી શકાય તેમ નથી તેમ ભારતીય રિઝર્વ બેન્કે શનિવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.

આરબીઆઈએ કહ્યું કે લોન મોરેટોરિયમનો સમય છ મહિનાથી વધાવામાં આવશે તો બેન્કોની ક્રેડિટ શિસ્ત જોખમાશે. કેન્દ્ર પણ કહ્યું કે લોનની ચૂકવણીમાં હવે રાહત આપવી દેશના આૃર્થતંત્ર માટે હાનીકારક હશે.

લોન મોરેટોરિયમના કેસમાં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ શનિવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. આ સોગંદનામા મારફત આરબીઆઈએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત ક્ષેત્રોને હવે રાહત આપવી શક્ય નથી.

છ મહિનાથી વધુનો સમય આપવાનો આૃર્થ બેન્કોના િધરાણ સંબંિધત નિયમોનો ભંગ કરવા સમાન છે. કેન્દ્ર સરકારે બે કરોડ સુધીની લોન માટે ‘વ્યાજનું વ્યાજ’ માફ કરવાની જાહેરાત કરી છે, પરંતુ આ સિવાય અન્ય કોઈ રાહત આપવી રાષ્ટ્રીય આૃર્થતંત્ર અને બેન્કિંગ ક્ષેત્ર માટે નુકસાનકારક સાબિત થશે. 

આરબીઆઈએ તેના સોગંદનામામાં કહ્યું છે કે છ મહિનાથી વધુ મોરેટોરિયમનો લાભ લેનારા લોકોના ક્રેડિટ વ્યવહાર પર તેની વિપરિત અસર થશે. તેનું ક્રેડિટ રેટિંગ અને સિબિલ બગડશે.

લોનધારકોને કોરોનાના કારણે લોનની ચૂકવણીમાં વિલંબ માટે છ મહિનાની સુવિધા આપવામાં આવી છે. જોકે, હવે નિર્ધારિત ચૂકવણીઓને ફરીથી ચાલુ કરવામાં વિલંબથી એટલે કે લોનના માસિક હપ્તાની ચૂકવણીઓમાં વધુ વિલંબથી આૃર્થતંત્રમાં ઋણ નિર્માણની પ્રક્રિયા પર પણ અસર પડશે.

આરબીઆઈએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે બે કરોડ સુધીની લોન લેનારા લોનધારકોનું ‘વ્યાજનું વ્યાજ’ માફ કરવાની જાહેરાત કરી છે. હવે લોન નહીં ચૂકવનારા બધા ખાતાઓને એનપીએ જાહેર કરવા પર લગાવાયેલો પ્રતિબંધ હટાવી દેવો જોઈએ, જેથી બેન્કિંગ વ્યવસૃથામાં સુધારા આગળ વાૃધારી શકાય. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને 12મી ઓક્ટોબર સુધીમાં નવું સોગંદનામુ દાખલ કરવા આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 13 ઑક્ટોબરે એટલે કે મંગળવારે થશે.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળ ત્રણ જજોની બેન્ચે પાછલી સુનાવણીમાં કેન્દ્ર સરકારને એક ઓક્ટોબર સુધીમાં સોગંદનામુ દાખલ કરવાનો સમય આપ્યો હતો અને બેન્કોને લોનના હપ્તા નહીં ચૂકવનારાઓને એનપીએ જાહેર નહીં કરવા કહ્યું હતું. આ પહેલાં 5મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમની મુદત દરમિયાન સૃથગિત માસિક હપ્તા એટલે કે ઈએમઆઈમાં ‘વ્યાજ પર વ્યાજ’માં છૂટ અંગે સુનાવણી કરી હતી અને આરબીઆઈને કે.વી. કામથ સમિતિની ભલામણોને રેકોર્ડ પર રજૂ કરવા કહ્યું હતું. 

કોર્ટે કહ્યું હતું કે વ્યાજ પર રાહત આપવાની જે વાત કરવામાં આવી છે, તેના માટે કેન્દ્રીય બેન્ક દ્વારા કોઈ પ્રકારના દિશા-નિર્દેશો જાહેર કરાયા નથી. આ સમયે કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, તેણે એમએસએમઈ, શૈક્ષણિક લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડયુરેબલ લોન, ક્રેડિટ કાર્ડની ચૂકવણી, ઓટો લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ્સ અને કન્ઝપ્શન લોન જેવી આઠ કેટેગરીમાં વ્યક્તિગત લોનધારકોને બે કરોડ રૂપિયા સુધીની લોન પર ‘વ્યાજનું વ્યાજ’ માફ કરવાનો નિર્ણય કર્યો છે. 

જોકે, સુપ્રીમે કહ્યું હતું કે કેન્દ્ર અને આરબીઆઈના સોગંદનામામાં જરૂરી વિગતોનો સમાવેશ નથી કરાયો. આથી તેઓ 12મી ઑક્ટોબર સુધીમાં નવું સોગંદનામુ આપે. નાણામંત્રાલયે બીજી ઑક્ટોબરે કોર્ટમાં વધારાનું સોગંદનામુ દાખલ કરીને કહ્યું હતું કે તેણે મધ્યમ અને નાના ઉદ્યોગોની સાથે વ્યક્તિગત લોન લેનારાઓ માટે બે કરોડ સુધીની લોન પર ‘વ્યાજનું વ્યાજ’ માફ કરવાનો નિર્ણય કર્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here