લોહિયાળ ચૂંટણીઃ RJDના પૂર્વ નેતાની હત્યા, લાલુપુત્ર તેજસ્વી યાદવ પર હત્યાનો આરોપ

0
108

લાલુ પ્રસાદ યાદવની પાર્ટીના પૂર્વ નેતા શક્તિ સિંહની ગોળી મારીને થયેલી હત્યા બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ પહેલા શક્તિ સિંહે આરોપ મુક્યો હતો કે,  લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વીએ ટિકિટ માટે 50 લાખ માંગ્યા હતા અને મારી જાતિ પર ટિપ્પણઈ કરી હતી.શક્તિ સિંહ આરજેડીના પૂર્વ પ્રદેશ સચિવ પણ રહી ચુક્યા હતા.આ આરોપ મુક્યા બાદ રવિવારે વહેલી સવારે 3 વાગ્યે બુકાનીધારી હુમલાખોરો શક્તિ મલિકના ઘરમાં ઘુસ્યા હતા અને તેમના પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.શક્તિ સિહંને હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આમ બિહાર વિધાનસભાની ચૂંટણી  માટેનો પ્રચાર લોહિયાળ બનવાની શરુઆત થઈ ગઈ છે.ફાયરિંગ થયુ ત્યારે તેમના પત્ની અને બાળકો ઘરમાં જ મોજૂદ હતા.પરિવારજનોએ તેજસ્વી યાદવ અને અનિલ સાધુ પર હત્યાનો આરોપ લગાવતા બિહારનુ રાજકારણ ગરમાયુ છે.

તાજેતરમાં શક્તિ સિંહે સનસનીખેજ આરોપ મુક્યો હતો કે, હું ચૂંટણી લડવા માટે તેજસ્વી યાદવ પાસે ટિકિટ માંગવા ગયો ત્યારે તેમણે મારી પાસે 50 લાખ રુપિયા માંગ્યા હતા અને મેં પૈસા આપવાની ના પાડી ત્યારે મારા પર જાતિ વિષયક ટિપ્પણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here