લ્યો કરો વાત! સ્વિડનમાં થયેલા એક સ્ટડી મુજબ અપરિણિત લોકો કોરોનાનો વધુ ભોગ બને છે

0
98

કોરોનાનો ખતરો સમગ્ર દેશ અને વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, વિશ્વભરના વૈજ્ઞાનિકો હજી સુધી તેનો કોઈ પણ તોડ કાઢી શક્યા નથી.જો કે, દરરોજ વૈજ્ઞાનિકો આ વિશે કંઈક નવું સંશોધન કરતા રહે છે, જેને સાંભળીને લોકો ઘણી વખત આશ્ચર્યચકિત થઇ જાય છે. આવી સ્થિતિમાં, આ રોગચાળાના સંકટમાં, વૈજ્ઞાનિકો ફરી એકવાર લોકો સમક્ષ નવું સંશોધન લઇને આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે સિંગલ હોવ તો તમને કોરોનાનું જોખમ વધારે રહેશે.

ખરેખર, એક નવા સ્ટડીમાં આવું કહેવામાં આવ્યું છે કે કોરાના તે લોકોમાં ઝડપથી થાય છે જે એકલા છે. આટલું જ નહીં, મૃત્યુનું જોખમ પરિણીત લોકો કરતાં એકલા લોકોમાં વધારે હોય છે. આ અભ્યાસ સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે અને તેને લઇને ચેતવણી પણ આપવામાં આવી છે, ચાલો આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.

સ્ટોકહોમ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના અધ્યયનમાં દાવો કર્યો છે કે જે લોકો એકલા છે અને તે સાથે જ , કોરોનાનું જોખમ ઓછી આવક, ઓછા શિક્ષિત અને ઓછી આવકવાળા દેશોમાં ખૂબ વધારે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અભ્યાસ સ્વીડિશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેયર દ્વારા સ્વીડનમાં કોવિડ -19 દ્વારા નોંધાયેલા મૃત્યુના ડેટા પર આધારિત છે.

આ અધ્યયનમાં, 20 વર્ષ કે તેથી વધુ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સાથે, કોરોનાથી થતાં મૃત્યુ સાથે ઘણી મહત્વની બાબતો અને તથ્યોને સાથે રાખવામાં આવ્યા છે. તેનાથી આ પરિણામ બહાર આવ્યું છે કે જે લોકો એકલા છે, પછી ભલે તે સ્ત્રીઓ હોય કે પુરુષ, તેમનામાં મૃત્યુનું જોખમ લગ્નગ્રંથીથી જોડાયેલા હોય તેમના કરતા વધારે હોય છે. આ યાદીમાં અપરિણીત, વિધવા / વિધુર અને છૂટાછેડા લીધેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

આ સાથે, એવું પણ માનવામાં આવે છે કે પુરુષો માટે કોરોનાનું જોખમ સ્ત્રીઓ કરતા વધુ હોય છે, અથવા તેના કરતાં તેમના મૃત્યુનું જોખમ બમણા કરતા વધારે છે. સંશોધન કહે છે કે સિંગલ લોકોને ઓછું સુરક્ષિત વાતાવરણ મળે છે. તેથી, પરિણીત યુગલો અપરિણીત લોકો કરતા ઓછા માંદા પડવાની સાથે સ્વસ્થ જીવનનો આનંદ માણી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં 30 કરોડ 74 લાખથી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં કોરોનાની સૌથી વધુ ખરાબ અસર થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here