વંથલીના સુખપુરના પરિવારનો 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઈક પરથી પડી ગઈ, 60 વર્ષના વૃદ્ધને મળતા પોલીસ સ્ટેશન આવી પરિવારને પરત કરી

0
52
  • બેગમાં સોનુ, ચાંદી, મોબાઈલ, 2,80,000 રોકડ સહિત 5 લાખની વસ્તુ ભરી હતી

જુનાગઢ જિલ્લાના વંથલીના સુખપુરના પરિવારનો સોનુ, રોકડ સહિત 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઈક પરથી પડી જતા પોલીસને જાણ કરી હતી. જે દરમિયાન આ બેગ 60 વર્ષના વૃદ્ધને મળતા તેણે આ બેગ પોલીસને સોપી હતી. જેથી પોલીસે વંથલીના પરિવારને જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યુ હતું. મહત્વનું છે કે સુખપુરની મહિલાનો 5 લાખ ભરેલો સામાન પડી જતા જુનાગઢ પોલીસે મહિલાની શોધખોળ કરી પરત કર્યો છે. સુખપુરમાં રહેતા રેખાબેન મેસુરભાઈ ભાદરકા તેમના પરિવાર સાથે ગઈકાલે મોટર સાયકલ પર નીકળ્યા હતાં. તે દરમિયાન સુદામા પાર્કથી એગ્રીકલ્ચરના ગેઈટ સુધીમાં મોટર સાયકલ પર રાખેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી.

પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી
સુખપુરમાં રહેતા રેખાબેનની બેગમાં સોના-ચાંદીના દાગીના, કપડા, મોબાઈલ અને રોકડ રકમ 2,80,000 સહિત કુલ 5 લાખની કિંમતનો સામાન હતો. આ બેગ ખોવાઈ જતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. જેથી પરિવારે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી સી ડિવિઝન પોલીસે કંટ્રોલ રૂમને જાણ કરી CCTVના આધારે તપાસ કરી હતી. જે દરમિયાન CCTVમાં જોવા મળ્યું હતું કે મોટર સાયકલમાંથી બેગ પડતા એક માણસ તે બેગને લઈ રહ્યો હતો. આ બેગ ઝાંઝરડા રોડ પર રહેતા 60 વર્ષના સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલને મળ્યો હતો.

બેર પરત મળી જતા મહિલાએ પોલીસનો આભાર માન્યો
વિઠ્ઠલભાઈ મોણપરા આ બેગ લઈને સી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેથી પોલીસે રેખાબેન મેસુરભાઈ ભાદરકા આહિરને બોલાવીને તેનો કિંમતી બેગ પરત કરી હતી. રેખાબેનને તેની બેગ પરત મળી જતા વિઠ્ઠલભાઈ મોણપરા અને પોલીસનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here