- બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળી બહુમતી.
- કાંટાની ટક્કરમાં બહુમતીના આંકડાથી પાછળ રહી ગયું મહાગઠબંધન.
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને જબરદસ્ત જીત મળી છે. જનતાએ ભાજપને 74 બેઠકો આપી છે. જનતાના આ વિશ્વાસ પર વડાપ્રધાન મોદી પણ ખુશ થઈ ગયા છે. વડાપ્રધાન મોદી બુધવારે સાંજે દિલ્હી ભાજપ કાર્યાલયથી કાર્યકરોને સંબોધન કરશે. આ જીત બદલ ભાજપના કાર્યકરોને સંદેશ આપશે.
રણનીતિ પર ચર્ચા
એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીના સંબોધન પછી ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળશે. જેમાં બિહારમાં સરકાર બનાવવાને લઈને રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. બિહારમાં સુશીલ કુમાર મોદી, નિત્યાનંદ રાય, સંજય જયસ્વાલ, ગિરિરાજ સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને દેવેન્દ્ર ફડણવીસ સામેલ થઈ શકે છે. બિહારની ચૂંટણીના પરિણામોમાં ભાજપ હવે મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયુ છે. જેડીયુને માત્ર 43 બેઠકો મળી છે. અત્યાર સુધી નીતીશ કુમાર મોટા ભાઈ તરીકે જેડીયુથી મુખ્યમંત્રી રહ્યાં છે, પરંતુ પરિણામ પછી સંસદીય બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રીના નામને લઈને પણ ચર્ચા થઈ શકે છે.