વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, કોરોનાની સ્થિત અને વેક્સિનને લઈને કરી શકે છે જાહેરાત

0
40
  • આ પહેલા PM મોદીએ 20 એપ્રિલ 2021ના રોજ 19 મિનિટનું સંબોધન કર્યું હતુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધશે. PMOએ ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે. જોકે મોદીનું સંબોધન કઈ બાબતે રહેશે, તે ટ્વિટમાં સ્પષ્ટ કરવામં આવ્યું નથી. કોરોનાના સમયમાં આ વડાપ્રધાનનું દેશને 9મું સંબોધન હશે.

આ 5 મુદ્દાઓ પર બોલી શકે છે મોદી
1. સૂત્રોના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી વેક્સિનેશનને લઈને વાત કરી શકે છે. વેક્સિનેશનને લઈ લોકોમાં જાગ્રૃતતાની સાથે-સાથે તેનો સ્ટોક અને ઉપલબ્ધતાની સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે.
2. દેશમાં કોરોનાની બીજી લહેરના પહલે કઈ પણ જાહેરાત થઈ શકે છે.
3. કોરોના દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાન માટે કઈ પણ જાહેરાત થઈ શકે છે.
4. દેશમાં ઘણા રાજ્યોમાં અનલોક ચાલુ છે, આ દરમિયાન સાવધાનિઓને લઈને પણ સંદેશ આપી શકે છે.
5. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હેલ્થ સેક્ટરના પડકારો પર વાત કરવામાં આવી શકે છે.

કોરોના દરમિયાન અત્યાર સુધીમાં 8 વખત કર્યું છે દેશને સંબોધન

  • પ્રથમ વખતઃ 19 માર્ચે 2020-29 મિનિટનું ભાષણ, જનતા કર્ફ્યૂની અપીલ
  • બીજી વખતઃ 24 માર્ચે 2020-29 મિનિટનું ભાષણ, 21 દિવસના લોકડાઉનની જાહેરાત
  • ત્રીજી વખતઃ 3 એપ્રિલ 2020- 12 મિનિટનો વીડિયો સંદેશ, 9 મિનિટ લાઈટ બંધ કરવાની અપીલ​​​​​​​
  • ચોથી વખતઃ 14 એપ્રિલ 2020-25 મિનિટનું ભાષણ, દેશમાં 3 મે સુધી લોકડાઉન વધ્યું
  • પાંચમી વખતઃ 12 મે 2020- 33 મિનિટનું ભાષણ, આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ​​​​​​​
  • છઠ્ઠી વખતઃ 30 જૂન 2020- 17 મિનિટનું ભાષણ, અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત
  • સાતમી વખતઃ 20 ઓક્ટોબર 2020- બિહારમાં વોટિંગથી 8 દિવસ પહેલા તેમણે અપીલ કરી- જ્યાં સુધી કોરોનાની દવા નહિ, ત્યાં સુધી ઢીલાશ નહિ.
  • ​​​​​​​આઠમી વખતઃ 20 એપ્રિલ 2021- 19 મિનિટનું ભાષણ, રાજ્યોને કહ્યું કે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. સરકાર તેનો અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here