વડાપ્રધાન મોદીના ગુજરાત આગમન અગાઉ તડામાર તૈયારીઓ શરૂ

0
109

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે રાત્રે ગુજરાત આવશે. તેઓ 30મી ઓક્ટોબરે રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને 31 ઓક્ટોબરે સવારે અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે રાત્રે ગુજરાત આવશે. તેઓ 30મી ઓક્ટોબરે રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને 31 ઓક્ટોબરે સવારે અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળશે.

30મી તારીખે રાત્રે જે 31મી તારીખે વહેલી સવારે પોતાની માતા હીરાબાના પણ આશીર્વાદ લેવા જઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતની મુલાકાત દરમિયાન અન્ય બે થી ત્રણ પ્રોજેક્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ થાય તેવી પણ સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સી પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયા પહોંચશે. ત્યારે તેઓ આ સી પ્લેનનું પણ ઉદઘાટન કરવાના છે. જેના બાદ આ સી પ્લેન સેવા સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here