વડોદરાનો ચોંકાવનારો કિસ્સોઃ રડી-રડીને ઈમોશનલ કરી ઠગ દંપતી 5 લાખ રોકડાં અને ઘરેણાં લઈ રફુચક્કર

0
34

વડોદરાના દિવાળીપુરામાં રહેતાં વેપારીને ર્ધાિમક વાતો કરીને જાસામાં લીધા બાદ ભેજાબાજ દંપતિએ સોનાની નકલી કંઠી પધરાવીને પુત્રીના લગ્ન માટે રોકડા રૃ. ૫ લાખ તથા સોનાના દાગીના મળી રૃ. ૬.૪૦ લાખની માલમત્તા પડાવી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

દિવાળીપુરાના અરૃણા કોમ્પલેક્સમાં રહેતાં જયંતિભાઈ મગનભાઈ સોલંકી (ઉં.વ.૬૦) અરૃણા કોમ્પલેક્સ નીચે ચાની લારી તથા દુકાન ધરાવે છે. તા. ૨૪ જુલાઈએ તેમની લારી પર આશરે ૪૦થી ૪૫ વર્ષની વયના પતિ – પત્ની ચા પીવા આવ્યાં હતા. ભેજાબાજ દંપતિએ જયંતિભાઈ સાથે સારી સારી ર્ધાિમક વાતો કરી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તા. ૨૭ જુલાઈએ સવારે સાત વાગ્યે ફરી દંપતિ લારી પર પહોંચી ગયું હતું. દરમિયાન રૃ. ૫૦૦ની ચલણી નોટોનું બંડલ ગણવાની સાથે ફોન પર વાત કરતાં કરતાં પોક મુકી રડવાનું શરૃ કર્યું હતું.

જેથી જયંતિભાઈએ તેમને પાણી પીવડાવી શું તકલીફ છે? તેમ પુછતાં ઠગ દંપતિએ કહ્યું કે, અમારી એકની એક પુત્રીનો સબંધ પૈસાના કારણે તૂટી જવાના આર છે. જેથી જયંતિભાઈએ તેમને સાંત્વના આપી મદદ કરવાની લાગણી બતાવી હતી. જે બાદ પતિ – પત્ની અંગત વાત કરવાના બહાને જયંતિભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમને ૮૦ વીઘા જમીનના કાગળ બતાવી કહ્યું કે, અમારી પાસે વડીલોર્પાિજત ૫૦૦ ગ્રામ જેટલી સોનાની લાંબી કંઠીઓ છે, જે તુટી ગઈ હોવાથી બે ભાગ થઈ ગયા છે, હું તમને એક ભાગ અવેજ પેટે રાખવા આપુ છું, તેની સામે તમે મને ત્રણ દિવસ માટે રૃ. ૫ લાખ આપો, જેથી હું દિકરીના સાસરીવાળાને બતાવી શકું. જોકે, જયંતિભાઈએ ના પાડતાં દંપતિએ તેમના પગે પડી રડવાનું શરૃ કરી દીધું હતું. જેથી જયંતિભાઈને દયા આવતાં તેમણે દુકાનના વેચાણના રૃપિયા આવ્યા હતા, તેમાંથી રૃ. ૫ લાખ આરોપી દંપતિને આપ્યા હતા. ત્યારબાદ દંપતિએ પુત્રીના લગ્નમાં પહેરવા જંયતિભાઈ પાસે દાગાનાની માંગણી કરી જણાવ્યુંં કે, અમારી આ કંઠીમાળા ૯થી ૧૦ લાખ રૃપિયાની છે, અમે પાંચ લાખ અને તમે આપેલા ઘરેણાં ત્રણ દિવસમાં ન આપીએ, ત્યાં સુધી તમારી પાસે રાખજો. ભેજાબાજ દંપતિ પર ભરોસો મુકી જયંતિભાઈએ પહેરેલી સોનાની ચેઈન, ચાર તોલાના લક્કી અને વીંટી આપી હતી. તાજેતરમાં તેઓ કંઠીની ખરાઈ કરવા જ્વેલર્સ પાસે જતાં ખોટી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે જયંતિભાઈએ ગોત્રી પોલીસ મથકે અજાણ્યા દંપતિ તથા તેમના સાગરિત વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે.

પોલીસની ઓળખ આપનારે કહ્યું, અમે પૈસા અને ઘરેણાં સાથે પતિ-પત્નીને પકડયા છે

જયંતિભાઈ તા. ૩૦ જુલાઈએ આણંદ જતા હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન કરનાર શખસે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી કહ્યું કે, તમે આપેલા પૈસા અને ઘરેણાં સાથેે ઠગાઈ કરનાર પતિ – પત્નીએ અમે પકડયાં છે. અમારી મહેનત પેટે અમને કેટલા રૃપિયા આપશો, તેમ કહી ફોન મુકી દીધો હતો. ત્યારબાદ જયંતિભાઈએ દંપતિએ આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં બંધ મળ્યો હતો. જેથી તેમને છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here