વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ ૧૯ સહિત કુલ ૧,૪૭૯ દર્દીઓના મોત

0
22

છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે પણ ઘટાડો હંગામી છે અને નજીકના ભવિષ્યમાં ઉછાળો આવશે તેવુ તંત્રનું માનવુ છે

વડોદરામાં શુક્રવારે કોરોનાના કારણે વધુ ૧૯ દર્દીઓના મોત થયા હતા તો ૧૧૬ પોઝિટિવ કેસ પણ નોંધાયા હતા. શહેરમાં એક તરફ કોરોનાના પોઝિટિવ ઘટી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે પરંતુ તંત્રનું એવુ પણ માનવુ છે કે આ એક હંગામી તબક્કો છે અને નજીકના ભવિષ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો પણ આવી શકે છે.

વડોદરામાં કુલ મળીને ૧૦૦ કોવિડ હોસ્પિટલોમાં હાલમાં કોરોનાના ૨,૫૮૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં વડોદરા શહેરના ૧,૬૬૪ અને બહારના ૧,૧૦૪ બહારના દર્દીઓનો સમાવેશ થાય છે. જો કે વિતેલા ૨૪ કલાકમાં વડોદરાના ૧૧ અને વડોદરા બહારના ૮ મળીને ૧૯ દર્દીઓના મોત પણ થયા છે. તે સાથે વડોદરામાં કોવિડ ડેથનો બિનસત્તાવાર આંક ૧,૪૭૯ થયો છે જો કે તંત્ર દ્વારા આજે બે મોત જ જાહેર કરાયા હતા અને સત્તાવાર રીતે કોવિડ ડેથનો આંક ૧૯૯ ઉપર પહોંચ્યો છે.

શુક્રવારે નોંધાયેલા ૧૧૬ પોઝિટિવ કેસ સાથે વડોદરામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨,૦૩૩ થઇ છે. આજે ૧૦૬ દર્દીઓને રજા પણ અપાઇ હતી એટલે તે સાથે કુલ રજા અપાયેલા દર્દીઓની સંખ્યા ૧૦,૧૭૦ ઉપર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here