સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ડાયનેમિક ફસાડ લાઇટિંગની કામગીરી બારેમાસ ઝળહળાટ રહેશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક માંડવી તેમજ લહેરીપુરા, પાણીગેટ, ચાપાનેર અને ગેંડીગેટ આ ચારેય દરવાજાને ડાયનેમિક ફસાડ લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારોમાં આ ઐતિહાસિક ધરોહર સમાન દરવાજા રંગબેરંગી લાઇટિંગ અને રોશનીથી ઝળહળી ઉઠશે. સામાન્ય રીતે બિલ્ડિંગ પર સ્થિર લાઇટિંગ હોય છે એટલે કે રોશની સ્થિર રહે છે. જ્યારે ડાયનેમિક લાઇટિંગમાં રોશની આગળ, પાછળ અને ઉપર નીચે થતી રહે છે, જેમાં ખાસ પેટર્ન પણ બનાવવામાં આવે છે.
લાઈટ ધીમેથી ચાલુ થાય અને કલર બદલાતો જાય 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ તો માંડવી ગેટ ત્રિરંગા ધ્વજના ત્રણ રંગની પેટર્નમાં ઝળહળી ઉઠશે ડાયનેમિક લાઇટિંગ આખું વર્ષ ચાલુ રખાય તેવી શક્યતા છે. જેના લીધે રાત્રિના સમયે આ ઈમારતનો નજારો પણ ઝગમગતો દેખાશે છેલ્લા એક- બે દિવસથી ડાયનેમિક લાઇટિંગનું ટેસ્ટિંગ પણ કરી દેવાયું છે.