વડોદરા: કાલાઘોડા નજીક નદીમાંથી 14 ફૂટના મહાકાય મગરનો મૃતદેહ મળતા રહસ્યના વમળો

0
33

વડોદરામાં કાલાઘોડા નજીક આજે સવારે પાઇપ નીચે ફસાયેલા મહાકાય મગરનો મળી આવતા રહસ્યના વમળો સર્જાયા છે.

કાલાઘોડા નજીક આજે સવારે 14 ફૂટનો મહાકાય મગર પાઇપ પાસે ફસાયો હોવાની વિગતો મળતાં ફોરેસ્ટ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. મગર મૃત હાલતમાં હોવાનું જણાઈ આવતા તેને દોરડા વડે બાંધીને બહાર કાઢવામાં આવ્યો હતો.

અંદાજે ત્રણ સો કિલોનું વજન ધરાવતા મગરને બહાર કાઢતા ફોરેસ્ટ વિભાગને નાકે દમ આવી ગયો હતો. મગરનું મોત કેવી રીતે થયું છે તે જાણવા માટે ફોરેસ્ટ વિભાગે પોસ્ટમોટમૅ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તબક્કે મગર ઉપર ઈજાના કોઈ નિશાન જણાઈ નહી આવતા તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું મનાય છે. આમ છતાં પોસ્ટમોટમ દરમિયાન સાચી વિગતો બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here