વડોદરા: કોરોના ટેસ્ટના પોઝિટિવ નેગેટિવ કોરા રિપોર્ટની નકલો રસ્તા પર રઝળતી મળતાં હોબાળો

0
83

કોરોના મહામારીમાં હવે જે રીતે તંત્ર દ્વારા આંકડાકીય માહિતી છુપાવવામાં આવી રહી છે તે રીતે હવે કોરોનાના એન્ટીજન ટેસ્ટના રિપોર્ટના પણ સર્ટીફીકેટ ખુલ્લેઆમ રસ્તા પર ફેંકી દેવાતા હોબાળો સર્જાયો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવા માટે લોકોની લાઈનો લાગે છે અને ટોકન પ્રથા શરૂ કરવામાં આવી છે. જે અંગે વિવાદ સર્જાયો હતો. તે જ રીતે આજે ફરી એકવાર એન્ટીજન ટેસ્ટના રિપોર્ટના સર્ટીફીકેટ રસ્તા પર ફેંકી દેતા વિવાદ થયો હતો.

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક તરફ લાંબી કતાર લાગી હતી તો બીજી તરફ એન્ટીજન ટેસ્ટ અંગેના ડોક્ટરના સાઇન્સ વાળા કોરોના પોઝીટીવ છે કે નેગેટિવ તે અંગેના રિપોર્ટની પુરી કોપીઓનો જથ્થો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર રસ્તા પર મળ્યો હતો જેથી હોબાળો સર્જાયો હતો.

આ અંગે કોરોના રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ લખેલું હોય છે અને દર્દીનું કોઈ નામ હોતું નથી જેથી આ પ્રકારના સર્ટિફિકેટ લઈને કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કરી શકે તેમ છે તેવી સ્થિતિને કારણે વિવાદ સર્જાયો છે. આ અંગે ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે નિષ્કાળજી હોવાની વાતનો સ્વીકાર પણ કર્યો હતો.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here