વડોદરા જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ, કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાની પતરાના હથિયારથી ઘાતકી હત્યા

0
26

રાજ્યમાં અવાર નવાર જેલોમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં ગેંગવોરની ઘટના બનવા પામી હતી. જેમાં એક કુખ્યાત કેદીની કરપીણ હત્યા કરી દેવાઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સવારે વડોદરા સેન્ટ્રેલ જેલના યાર્ડ 12માં 55 જેટલા કેદીઓ હાજર હતા અને બે પોલીસ જવાનો તેમની સુરક્ષા માટે ઉપસ્થિત હતા તે દરમિયાન હત્યાના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા સુનિલ ઉર્ફે સાહિલ પરમારે કુખ્યાત કેદી અજજુ કાણીયાની કરપીણ હત્યા કરી દીધી હતી. થોડા દિવસ અગાઉ હત્યાનો આરોપી સુનિલ ઉર્ફે સાહિલ પરમારની છાપરાના પતરાના બનાવેલ હથિયારથી અજજુ કાણીયા પર હુમલો કર્યો હતો. જેને લઈને અજજુ કાણીયો સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો.

જેલ તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત અજજુ કાણીયાને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબોએ અજજુ કાણીયાને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં એસ એસ જી હોસ્પિટલ ખાતે અજજુ કાણીયાના પરિવારજનો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત અજજુ કાણીયા પર 41 જેટલા ગંભીર ગુન્હા નોંધાઇ ચુક્યા છે અને ચાર દરવાજાના વેપારીની જમીન પચાવવા માટે સોપારી અજજુ લેતા વેપારીને ધમકી આપી હતી. જે આરોપસર આજ્જુ જેલ પાછળ ધકેલાયો હતો. જોકે આગામી સમયમાં જેલમાં અને જેલ બહાર ગેંગવોરના પડઘા પડશે તે વાત નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here