વડોદરા: ડભોઈના યુવાને લગ્ન કરવા માટે દબાણ કરી સગીરા પર એસિડ ફેંકવાની ધમકી આપી

0
145

– જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ તારા પર ફેંકીશ

ડભોઈમાં સગીરાને ધમકી સોળ વરસની કન્યા સાથે મિત્રતા કેળવ્યા બાદ ડભોઈના યુવાને લગ્ન કરવા માટે દબાણ કરી સગીરા પર એસિડ ફેંકવાની ધમકી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

આ આ અંગેની વિગત એવી છે કે ડભોઇ ના સ્ટેશન રોડ ઉપર બાપુ મોબાઈલ નામની દુકાનના મેળા પર રહેતો જમીન મકબુલ જંબુસરિયા સાથે છ મહિના પહેલા 16 વર્ષની કન્યાની સોશિયલ મીડિયા ઉપર મુલાકાત થતાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી જમીલે કન્યાનો મોબાઇલ નંબર મેળવી તેને પોતાના ઘેર મળવા માટે બોલાવી હતી.

જોકે કન્યા ઘેર આવવાની ના પાડતા જમીલે જો તું મને મળવા નહીં આવે તો હું ધાબા પરથી નીચે પડી જઈશ અને પોલીસ કેસમાં તારું નામ લખાવી દઇશ એવી ધમકી આપી હતી. 

બાદમાં જમીન જમિલે સગીર કન્યાનો અવારનવાર પીછો કરી ધમકી આપી સગીરાને પોતાના ઘેર બોલાવી હતી તેમજ સગીરા સાથે સેલ્ફી લઇ તું તારા ઘેર લગ્ન માટે વાત કર તારી સાથે તો હું જ લગ્ન કરીશ જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા મોઢા પર એસિડ ફેંકી દઈશ. ધમકી બાદ યુવાને સેલ્ફીના ફોટા પણ વાઇરલ કરી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here