વડોદરા: ડોક્ટરને ત્યાં 18 તોલાના દાગીનાની ચોરી બાદ ગોરવામાં 35 તોલા દાગીનાની ચોરી

0
31

વડોદરાના ગોરવા વિસ્તારના એક ડુપ્લેક્સમાંથી પાંચ તોલા દાગીનાની ચોરી થઇ હોવાનો બનાવો બનતા પોલીસે તપાસ આદરી છે.

વડોદરા નવાયાર્ડ રોડ વિસ્તારમાં રહેતા ડોક્ટરને ત્યાંથી 18 તોલાના દાગીનાની ચોરીના બનાવ અંગે ત્રણ દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. 5 પ્રકારનો વધુ એક બનાવ બનતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાઇ છે.

ગોરવા સમતા વિસ્તારમાં સુખાશ્રય ડુપ્લેક્સમા રહેતા પ્રિયંકભાઈ દરજીના મકાનમાંથી તિજોરીમાં મુકેલા રૂ. 15 લાખથી વધુ કિંમતના 35 તોલાના જુદાજુદા દાગીનાની ચોરી થતા તેમણે કામવાળી બાઈ ઉપર પણ શંકા વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here