વડોદરા: નંદેશરી ચોકડી પાસેના પેટ્રોલ પંપની ઓફિસમાં ચોરીનો બનાવ

0
95

ટેબલના ડ્રોઅરમાં મુકેલા રોકડા 33,000 તથા 12,500 ની કિંમત ધરાવતા 3 મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો શખ્શ ફરાર.

નંદેશરી ચોકડી પાસે આવેલા ગોદાવરી પેટ્રોલ પંપની બારીમાંથી ઓફિસમાં પ્રવેશેલા શખ્સે ડ્રોવરમાં મુકેલા રોકડા રૂ. 33,000 તથા રૂ. 12500 ની કિંમત ધરાવતા 3 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટયો હતો. ફરિયાદના આધારે નંદેશરી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આણંદ જિલ્લાના બોરસદ ખાતે રહેતા હસમુખભાઈ પટેલ નંદેશરી ચોકડી પાસે આવેલા ગોદાવરી પેટ્રોલ પંપ ખાતે કેશિયર તરીકે નોકરી કરે છે. ગત તારીખ 7મી સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની નોકરી પર હતા. પેટ્રોલ પંપ ખાતે 24 કલાક પેટ્રોલ ડીઝલનું વેચાણ રાખવામાં આવે છે. પેટ્રોલ વેચાણના રોકડા રૂપિયા ટેબલના ડ્રોઅરમાં મૂકવામાં આવે છે. હસમુખભાઈએ પેટ્રોલનું વેચાણ કરી મેળવેલા રોકડા રૂ. 33,000 થતા રૂ. 6500 ની કિંમત ધરાવતા બે મોબાઇલ ફોન તેમજ તેમના સહકર્મી નરસીભાઇ સોલંકીનો રૂ. 6,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ ટેબલના ડ્રોઅરમાં મુક્યો હતો. 

દરમિયાન મોડી રાત્રે અજાણ્યો શખ્સ ઓફીસની બારી વાટે પ્રવેશી રોકડા રૂપિયા તથા ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 45,000 ચોરી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here