વડોદરા શહેરમાં ઠેરઠેર ડ્રેનેજ ઉભરાવવાના પ્રશ્નો વિકટ બન્યા છે ત્યારે ફતેપુરા વિસ્તારમાં ડ્રેનેજ મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો કરી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં અષ્ટ ભુજા ગણેશ મંદિર પાસે નવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ ઉભરાઇ રહી છે. તે અંગે સ્થાનિક રહીશોએ અવારનવાર વોર્ડ કક્ષાએ રજૂઆત કરી હતી તેમજ આ વિસ્તારના કોર્પોરેટરોને પણ ફરિયાદ કરી હતી. તેમ છતાં છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ નો પ્રશ્ન નિકાલ નહીં લાવતા આજે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી રોજ કોર્પોરેટર પસાર થાય છે એટલું જ નહીં નજીકમાં આવેલા ગણેશજીના મંદિરમાં પણ લોકો ચાલીને જતા હોય છે તેમાં ડ્રેનેજનું ગંદુ પાણી માંથી પસાર થવું પડે છે અને એવા ગંદકી સાથે મંદિરમાં દર્શન કરવા જવાની ફરજ પડે છે.
ડ્રેનેજની સફાઇની કામગીરી માટે કોર્પોરેટર અને વોડ કક્ષાએ અવાર નવાર રજૂ કરી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી જેથી આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈને મત આપીશું નહીં તેવી ઉચ્ચારી હતી.