વડોદરા: બનાવટી દસ્તાવેજો દર્શાવી 72.16 લાખનું GST રિફંડ મેળવી નાણાની ઉચાપત કરનાર કંપનીના પૂર્વ જીએસટી કન્સલ્ટન્ટ સામે ફરિયાદ

0
103

કંપનીના લોગીન આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો કરી જીએસટી પત્રકોમાં ખોટા વ્યવહારો દર્શાવી બેંક માંથી રૂપિયા 72.16 લાખનું જીએસટી રિફંડ મેળવી નાણાની ઉચાપત કરનાર પૂર્વ જીએસટી કન્સલ્ટન્ટ વિરુદ્ધ છેતરપિંડી આચરવાનો બનાવ રાવપુરા પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના કુબેર ભવન ખાતે આવેલ નાયબ રાજ્ય વેરા કમિશનર ની કચેરી ખાતે મેસર્સ ટેલેન્ટ એનીવેર સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ ના પૂર્વ જી એસ ટી કન્સલ્ટન્ટ અને પટનાની એન્ડ કંપનીના ભાગીદાર દિલીપભાઈ પટેલ( રહેવાસી તુલસી હાઇટ્સ દશાલાડ ભવન ની પાછળ આજવા વાઘોડિયા રિંગ રોડ વડોદરા) એ ઉપરોક્ત કંપનીના લોગીન આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી ફાઇલ કરવાના જીએસટી આર ના પત્રકોમાં ખોટા વ્યવહારો દર્શાવી બનાવટી દસ્તાવેજો ઓનલાઈન રજૂ કરી પંજાબ એન્ડ સિંધુ બેંકમાં ખોટી સહીઓ કરી બે બનાવટી એકાઉન્ટ ઓપન કરાવી બેંકના ખાતામાં રિફંડની કુલ રૂપિયા 72,16,019 ની છેતરપિંડી કરી નાણા ની ઉચાપત કરવાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે નોંધાઈ છે પોલીસે આ મામલે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here