વડોદરા શહેર-જિલ્લાની ૭૮૭માંથી ૭૦ સ્કૂલો પાસે જ ફાયર એનઓસી છે

0
96

વડોદરા શહેર અને જિલ્લાની ૭૮૭ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાંથી માત્ર ૭૦ સ્કૂલો પાસે ફાયર એનઓસી હોવાની વિગતો જાણવા મળી છે.

સરકારના શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા વડોદરા શહેર-જિલ્લાની સ્કૂલો પાસે ફાયર એનઓસી છે કે નહીં તેની જાણકારી મંગાવવામાં આવી હતી.આ  માટે સ્કૂલોએ એક ગૂગલ ફોર્મ ભરીને ડીઈઓ કચેરીને મોકલવાનુ હતુ.

સ્કૂલોએ જે માહિતી મોકલી છે તેના આધારે ખબર પડી છે કે, માત્ર ૭૦ જ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે.આ આંકડો વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક કહી શકાય તેવો છે.

કોરોના કાળના કારણે હાલમાં ભલે સ્કૂલો બંધ હોય પણ  મોટાભાગની સ્કૂલો એવી સ્થિતિમાં નથી કે આગ લાગવા જેવી હોનારત થાય ત્યારે સ્કૂલો તેની સાથે કામ પાર પાડી શકે.કારણકે ફાયર એનઓસી ત્યારે જ મળતુ હોય છે જ્યારે સ્કૂલમાં આગ લાગવાની ઘટના બને ત્યારે આગ બૂઝાવવા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય.ગયા વર્ષે સુરતના ટયુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના બની તે પછી વડોદરા સહિત તમામ શહેરના ટયુશન ક્લાસમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ અને તેમાં મોટાભાગના ટયુશન ક્લાસ પાસે એનઓસી નહીં હોવાનુ બહાર આવ્યુ હતુ.પણ હવે ટયુશન ક્લાસની સાથે સાથે સ્કૂલો પણ પાછળ રહી નથી.નિયમ પ્રમાણે તો સ્કૂલો માટે ફાયર એનઓસી ફરજિયાત હોય છે.ડીઈઓ કચેરીના ઈન્સ્પેક્શનમાં પણ આ બાબતનુ ધ્યાન રાખવાનુ હોય છે.જોકે ફાયર એનઓસીના નામે સ્કૂલો પોલમપોલ ચલાવી રહી હોવાનુ સ્પષ્ટ થઈ ગયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here