વડોદરા: સવા કિલોના ગાંજા સાથે એક ઝબ્બે, એક ફરાર

0
84

પાણીગેટ પોલીસ મથકની હદ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતી ક્રાઈમ બ્રાન્ચ ને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો અને રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

પાણીગેટ પોલીસે રૂપિયા 12230 ની કિંમતના સવા કિલોના ગાંજા સાથે 15423 રૂપિયાની મત્તા કબ્જે કરી આરોપીની એનડીપીએસ એકટ ના ગુનામાં અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ક્રાઈમ બ્રાન્ચના જવાને પાણીગેટ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ ને ચોક્કસ માહિતી મળી હતી કે સોમા તળાવ પાસે આવેલી હનુમાન ટેકરી માં રહેતો ધનસુખ પ્રજાપતિ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો પડ્યો છે અને તે ગાંજાની પડીકી બનાવી વહેંચે છે. 

જેના આધારે પોલીસે દરોડો પાડી ધનસુખ પ્રજાપતિ ને ઝડપી પાડયો હતો અને મકાન માં તપાસ કરતા રૂમના સેટી પલંગ માથી ગાંજાની છ કોથળીઓ તેમજ રોકડા રૂપિયા 3118 મળી આવ્યા હતા પોલીસે ખાતરી કરતા ગાંજા ની કિંમત 12230 અને 1. 223 કિલોગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું. 

પોલીસે કુલ 15423 રૂપિયાની મત્તા કબજે કરી આરોપીની એનડીપીએસ એકટ ના ગુનામાં અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછતાછ દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો મૂળ ઓરિસ્સાના રહેવાસી અને સુરત ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here