વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન ડે:કોરોનાકાળમાં બાળકોને રસી અપાવવાનું મુલતવી ન રાખો, અન્યથા જોખમ બમણું થઈ શકે છે, રસી અપાવતી વખતે 10 બાબતો ધ્યાનમાં રાખો

0
86
  • WHOના જણાવ્યા પ્રમાણે, વેક્સીન દ્વારા દર વર્ષે 20થી 30 લાખ મૃત્યુ ટાળી શકાય છે
  • રસી લેવાનું રહી જાય તો તેને ડૉક્ટરની સલાહથી જરૂરથી લગાવવી નહીં તો બીમારીઓનું જોખમ રહે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે, વેક્સીન દ્વારા દર વર્ષે 20થી 30 લાખ મૃત્યુને ટાળી શકાય છે. વિશ્વભરમાં લગભગ 1.87 કરોડ બાળકોને બેઝિક વેક્સીન નથી મળી રહી. આ વર્ષે વેક્સીન વિશે વધારે ચર્ચામાં છે કારણ કે કોરોનાનો અંત કરવા માટે અત્યારે પણ દેશમાં વેક્સીન ટ્રાયલ ફેઝમાં છે.

મુંબઈની જસલોક હોસ્પિટલના મેડિકલ ઈમર્જન્સી સર્વિસિસના હેડ ડૉ. સુનીલ જૈનના જણાવ્યા પ્રમાણે, વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવવા છતાં ઘણા લોકો રસી નથી લગાવતા. તેમને ભ્રમ છે કે, વેક્સીન લગાવવાથી તેની આડઅસર થશે, જ્યારે આવા કિસ્સાઓ બધામાં જોવા નથી મળતા. કોરોનાકાળમાં પણ બીજી બીમારીઓથી બચવા માટે વેક્સીનને ટાળો નહીં. પોતાની જાતને અને બાળકોને પણ રસી સમયસર અપાવો જેથી કોરોનાકાળમાં બીજી બીમારીઓના જોખમને ટાળી શકાય.

આજે વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન ડે છે. આ દિવસનું લક્ષ્ય લોકોમાં વેક્સીન સંબંધિત ગેરસમજો દૂર કરવા અને તેમને રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. આ પ્રસંગે ડૉ. સુનિલ જૈન જણાવી રહ્યા છે કે, વેક્સીનની આડઅસરોને કેવી રીતે સમજવી અને તેને લગાવવી કેમ જરૂરી છે…

વેક્સીન લગાવવામાં આવે ત્યારે કઈ આડઅસર થઈ શકે છે?
ડૉ. સુનીલના જણાવ્યા પ્રમાણે, જે રીતે બીમારીની સારવાર કરવા પર કેટલીક આડઅસરો જોઇ શકાય છે તેવી જ રીતે વેક્સીનની સાથે પણ આવું થઈ શકે છે. પરંતુ આવું ભાગ્યે જ થાય છે. આડઅસર થવા પર જે ભાગમાં વેક્સીન લગાવવામાં આવી છે ત્યાં સમસ્યા થઈ શકે છે. કેટલાક કેસમાં તાવ પણ આવે છે.

કોઈ પણ વેક્સીન લોકો સુધી ત્યારે પહોંચે છે જ્યારે સાયન્ટિસ્ટ, ડૉક્ટર્સની તપાસમાં સુરક્ષિત અને અસરકારક સાબિત થાય છે. વેક્સીનથી બીમારી થવાનું જોખમ નથી. જો વેક્સીન લગાવવામાં ન આવે તો સંક્રમિત દર્દીથી સ્વસ્થ મનુષ્યમાં બીમારી ફેલાવાનું જોખમ રહે છે.

10 વાતોઃ વેક્સીન કેમ જરૂરી છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

1. બાળકોમાં ઈમ્યુનિટી ઓછી હોય છે, તેથી મિઝલ્સ, મમ્પ્સ અને કફની ઉધરસનું મોટું જોખમ છે. વેક્સીન બીમારીનો સામનો કરતી ઈમ્યુન સિસ્ટમની ક્ષમતા વધારે છે. તેથી તેને બિલકુલ ટાળો નહીં.
2. બાળકોને વેક્સીન સમયસર લગાવવી જરૂરી છે જેથી પોલિયો, બહેરાશ, બ્રેન ડેમેજ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય. તે ઉપરાંત તેના કારણથી બીજા અવયવો પર થતી અસરને પણ અટકાવી શકાય છે.

3. છેલ્લા કેટલાક વર્ષોમાં વેક્સીનેશન પ્રોગ્રામના કારણે ઘણી એવી બીમારીઓના કેસમાં ઘટાડો આવ્યો છે પરંતુ કોઈપણ મહામારીને ત્યારે અટકાવી શકાય છે જ્યારે માતાપિતા તેમના બાળકોને નાનપણથી રસી અપાવતા હોય.

4. વેક્સીન લગાવતી વખતે એક્સપાયરી ડેટ જરૂરથી જોવી અથવા એક્સપર્ટ સાથે તેના વિશે એકવાર વાત કરો જેથી કોમ્પ્લિકેશનનું જોખમ ઘટાડી શકાય.

5. જો બાળક લાંબી બીમારીથી પીડિત છે તો રસી મૂકાવતા પહેલાં ડૉક્ટરને તે વાત જણાવો. રસી મૂકાવ્યા બાદ જો બાળકને તાવ અને શરદી થાય તો ડૉક્ટરની સલાહ લો.

6. ઘણી વખત વેક્સીનનો ડોઝ ભૂલાઈ જવા પર લોકો કન્ફ્યુઝ રહે છે કે નેક્સ્ટ ડોઝ લગાવવો કે કેમ. ડૉક્ટરની સલાહ લઈ તમામ ડોઝ પૂરા કરવા જોઈએ એક પણ ભૂલાઈ ન જવો જોઈએ.

7. દરેક દેશમાં જનસંખ્યા અને દેશની બીમારી પ્રમાણે વેક્સીન પ્લાન બને છે. જે વેક્સીન ભારતમાં આપવામાં આવતી હોય જરૂરી નથી કે તે બીજા દેશમાં પણ આપવામાં આવતી હોય.

8. સમયસર વેક્સીન મૂકાવી જરૂરી છે, પરંતુ હાલ કોરોનાવાઈરસનો ડર પણ છે. તેથી એવી જગ્યાએ વેક્સીન મૂકાવો જે સુરક્ષિત હોય અને જ્યાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન થતું હોય.

9. બાળકોના વેક્સીનેશન માટે સાથે વડીલોનો ન લઈ જાઓ. કારણ કે વડીલો કોરોનાના રિસ્ક ઝોનમાં છે.

10. વેક્સીન માટે અગાઉથી ડૉક્ટર પાસે સમય નક્કી કરો તેથી હોસ્પિટલમાં વધારે સમય ન રોકાવું પડે. તમે પણ માસ્ક પહેરો અને બાળકોને માસ્કને બદલે શિલ્ડ પહેરાવો.

નવી હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવો પડી શકે છે
યુનિસેફના એક રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19ને લીધે દક્ષિણ એશિયામાં આશરે 40.5 લાખ બાળકોનું રેગ્યુલર રસીકરણ થયું નથી. કોરોના પહેલાં પણ આવી સ્થિતિ હતી, પરંતુ હવે સ્થિતિ ચિંતાજનક છે. રિપોર્ટ પ્રમાણે, જો બાળકોને સમયસર રસી ન આપવામાં આવી તો દક્ષિણ એશિયાએ હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here