વર્લ્ડ બેન્કે કોરોના સામે લડવાના ‘ધારાવી મોડલ’ના બે મોઢે કર્યા વખાણ

0
87

એશિયાના સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી ધારાવીમાં ભલે કોરોનાકાળની શરૂઆતમાં સંક્રમણને લઇ ચિંતાની સ્થિતિઓ દેખાઇ હતી પરંતુ હવે આ ક્ષેત્ર કોરોના સામે લડવા માટે એક આદર્શ બની ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બાદ હવે વિશ્વ બેંકે મુંબઇના ધારાવીમાં કોરોના ચેપને ફેલાવતો અટકાવવા માટે લીધેલા પગલાંઓની પ્રશંસા કરી છે.

વર્લ્ડ બેંકે કહ્યું હતું કે તે સમસ્યાને અનુરૂપ સમાધાન નીકાળવા અને સામુદાયિક સ્તર પર ભાગીદારીના કારણે જ ધારાવીમાં સંક્રમણને ફેલાવતું અટકાવવામાં સફળતા મળી. વર્લ્ડ બેંકે તેના દ્વિવાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે મે મહિનામાં સંક્રમણના કેસ સૌથી વધુ હતા જે આવશ્યક રીતે ઉઠાવામાં આવેલા પગલાંના લીધે ત્રણ મહિના બાદ જુલાઇમાં 20 ટકા સુધી ઘટી ગયા.

વર્લ્ડ બેન્કે રિપોર્ટમાં પણ કર્યા વખાણ

વિશ્વ બેન્કે ગરીબી અને સહિયારી સમૃદ્ધિ નામના પોતાના રિપોર્ટમાં કહ્યું કે મુંબઇમાં અધિકારીઓએ ધારાવીમાં તાવ અને ઑક્સિજનના સ્તરમાં ઘટાડાવાળા દર્દીઓને મોટા પાયા પર તપાસ કરવાની રણનીતિના અંતર્ગત પ્રયાસ કર્યા. લોકોને આ તપાસ અભિયાનમાં સામેલ કર્યા. એટલું જ નહીં પ્રાઇવેટ હોસ્પિટલોના કર્મચારીઓને પણ તૈનાત કર્યા, આથી વાયરસને ઝડપથી ફેલાતો રોકી શકાય.

વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંથી એક

આપને જણાવી દઇએ કે ધારાવી વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાંથી એક છે. આ અઢી કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. ધારાવીમાં આશરે આઠ લાખ લોકો વસે છે. 11 માર્ચે મુંબઇમાં કોરોના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. ધારાવીમાં પહેલી એપ્રિલે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here