વસતિ વધારો, બેકારી અને ઇન્ટરનેટ રેપ માટે જવાબદાર છે : રાજસ્થાનના ડીજીપી

0
86

હવે તો કૌટુંબિક પ્રોપર્ટી માટે પણ રેપ કરાય છે

રાજસ્થાન પોલીસના ડાયરેક્ટર જનરલ ભૂપેન્દ્ર સિંઘ યાદવે કહ્યું હતું કે હવે તો કૌટુંબિક પ્રોપર્ટીના નિરાકરણ માટે પણ રેપ જેવા ગુના આચરવામાં આવે છે. અપરાધખોરમાં આ એક નવો ટ્રેન્ડ છે.

તેમણે કહ્યું કે હાલ વસતિ વધારો, બેકારી અને ઇન્ટરનેટ રેપના કિસ્સા વધવા માટે જવાબદાર છે. ઇન્ટરનેટ પર ક્રાઇમને લગતી એટલી બધી માહિતી ઉપલબ્ધ છે કે યુવા પેઢી સહેલાઇથી એ તરફ આકર્ષાય છે. બેકારીના કારણે તેમને જે ગુસ્સો મનમાં ધરબાયેલો હોય છે એ આ રીતે અપરાધખોરી દ્વારા બહાર કાઢે છે. રાજસ્થાન પોલીસે ક્રાઇમને લગતી ઘણી વેબસાઇટ્સ હટાવી હતી. પરંતુ એક હટાવો ત્યાં બીજી બે જોવા મળે છે. 

તેમણે ઉમેર્યું કે બાળકોને યોગ્ય શિક્ષણ મળે તો સંજોગોમાં સારો એવો ફેરફાર થઇ શકે એમ છે. શિક્ષણ વધશે તો અપરાધખોરી ઘટશે એમ હું દ્રઢપણે માનું છું. સોશ્યલ મિડિયાના માધ્યમથી થતા અપરાધો ડામવા રાજસ્થાન પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી હતી. આ કામમાં લોકોનો પૂરતો સહકાર મળી રહે એ પણ એટલુંજ જરૂરી હતું.

પોલીસ કર્મીઓ વિરુદ્ધ મળતી ફરિયાદો અંગે એમણે કહ્યુંકે ફરિયાદ કરનારની એવી અપેક્ષા હોય છે કે મેં કરેલી ફરિયાદનો તરત નિવેડો આવે. દરેક વખતે એ શક્ય હોતું નથી. દરેક પોલીસને ચોક્કસ કામગીરી સોંપવામાં આવેલી હોય છે. એ કામગીરી પણ સંબંધિત વ્યક્તિએ નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે. અમને પોલીસ સ્ટાફ વિરુદ્ધ મળતી ફરિયાદોનો પણ અમે શક્ય તેટલી ત્વરાએ નિકાલ કરવાના પ્રયાસો કરતા રહીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here