વાતચીત અને સમાધાનથી ચીનનુ આક્રમક વલણ બદલાવાનુ નથીઃ અમેરિકા

0
80

અમેરિકાના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કહ્યુ છે કે, ભારત સાથે સરહદ પર લશ્કરી તાકાતના જોરે તનાવ ઉભો કરીને સરહદ બદલવાની ચીનની કોશિશ તેની વિસ્તારવાદી માનસિકતા અને આક્રમકતાનો પૂરાવો છે.

બ્રાયનના મતે વાતચીત અને સંધિથી ચીનનુ આક્રમક વલણ બદલવાનુ નથી અને આ વાતનો સ્વીકાર કરવો રહ્યો.ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની ભારત સાથેની સીમા પરની આક્રમકતા સ્પષ્ટ દેખાય છે.જ્યાં ચીન તાકાતના જોર પર લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર નિયંત્રઠણ ઈચ્છે છે.તાઈવાનને ધમકાવવા માટે પણ ચીન સતત પોતાની નૌ સેના અને વાયુસેનાનુ જોર બતાવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સાથે ચીનનો છેલ્લા પાંચ મહિનાથી તનાવ ચાલી રહ્યો છે.ચીનના કારણે ભારતને પોતાના હજારો વધારાના સૈનિકોને લદ્દાખ બોર્ડર પર મોકલવા પડ્યા છે.

બ્રાયને  કહ્યુ હતુ કે, અન્ય દેશોમાં ચાલતી ચીનની યોજનાઓમાંથી ઘણી બીનજરુરી છે અને સફેહ હાથી પૂરવાર થાય તેવી છે.આવા ઘણા દેશો હવે ચીનના દેવા હેઠળ દબાઈ ગયા છે પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.ચીન દુનિયાના એવા શાસકો સાથે પણ વેપાર કરે છે જે લોકોના અવાજને કચડવાનો પ્રયાસ કરે છે.

હવે એ સ્વીકારવુ પડશે કે સામ્યવાદી ચીન વાતચીત કે સમાધાનથી સંમત નહીં થાય.વિનમ્ર બનવાનો કોઈ ફાયદો નથી.આ કામ આપણે બહુ લાંબા સમયથી કરી રહ્યા છે.અમેરિકાએ ચીન સામે ઉભુ થવુ પડશે અને અમેરિકાના હિતોની રક્ષા કરવી પડશે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here