વાતાવરણમાં ફેરફારને કારણે થતી ગળાની ખારાશની સમસ્યાથી આ રીતે છૂટકારો મેળવો
બદલાતા મોસમની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. વાતાવરણ બદલાતાં ગળામાં ખારાશ અથવા અવાજ બેસી જવાની ફરિયાદ સાંભળવામાં આવે છે. ગળુ ખરાબ થવાનો અર્થ મોટાભાગે ગળામાં દુખાવો થવો અથવા ગળામાં કફ જમા થવો અને અવાજમાં ફેરફાર થઇ શકે છે. એટલા માટે ગળાની ખરાશ થવાના શરૂઆતથી જ તેના પર ધ્યાન આપવું જોઇએ. કેટલાક ઘરેલૂ ઉપચારથી શરદીની સાથે ગળામાં દુખાવો અને ખરાશમાં પણ રાહત મેળવી શકો છો.
મીઠાવાળુ પાણી
મીઠાવાળા પાણીથી કોગળા કરવાથી ગળાનો દુખાવો અને ખારાશમાં ખૂબ જ આરામ મળે છે. મીઠામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. એટલા માટે આ કફ સાફ કરવામાં અસરકારક હોય છે. હુફાળા પાણીમાં મીઠુ નાંખીને કોગળા કરવા જોઇએ. તેનાથી તમારા ગળાને રાહત મળે છે. ગળાના દુખાવા અને ખારાશમાં પણ રાહત મળે છે. યોગ્ય લાભ માટે દિવસમાં બે ત્રણવાર કોગળા કરી શકો છો.
મધ
ગળા માટે મધ રામબાણ કામ કરે છે. ગળામાં ખરાશ અથવા ખાંસી થવા પર આદુ, મધ અને લીંબૂના રસને પાણીમાં નાંખીને કાઢો બનાઓ. આ કાઢાને પીવાથી તમારા ગળાનો સોજો, ખારાશ અને ખાંસીમાં આરામ મળશે.
હળદરવાળુ દૂધ
હળદરને શરદી-ખાંસીમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરદી ખાંસીથી થતાં ગળાના દુખાવા અને ખરાશને દૂર કરવા માટે હળદરવાળુ દૂધ લો. તેનાથી તમને ખાંસી અને ખરાશની સમસ્યામાં રાહત મળશે.
હર્બલ ટી
ગળામાં પરેશાની થવા પર તમે ઘરે જ હર્બલ ટી બનાવીને તેનું સેવન કરી શકો છો. તેના માટે બે ટુકડા તજ, થોડાંક તુલસીનાં પાંદડાં અને નાનકડો આદુનો ટુકડો લઇને લગભગ એક કપ પાણીમાં સારી રીતે ઉકાળો અને ઘૂંટ-ઘૂંટ કરીને તેનું સેવન કરો. તેનાથી તમને ગળાના દુખાવાથી રાહત મળશે.