વાહન પર કોરોનાથી બચવા મોંઢા પર દુપટ્ટો બાંધો છો તો સાવચેતી રાખજો, આ મહિલાનું થઈ ગયું મોત

0
84

વરાછાથી પુત્ર સાથે મોટરસાયકલ પર જતી વેળાએ દાંડી રોડ પર મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોતને ભેટયા હતા. જોકે તેમના બે પુત્રને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઓલપાડ તાલુકાના દિહેણગામમાં બેંક ફળિયામાં રહેતા 47 વર્ષીય ઉષાબેન રમણભાઈ પટેલ મંગળવારે વરાછાના હીરા બાગ ખાતે રહેતી તેમની બહેનની પુત્રીનો જન્મ દિવસ હોવાથી પુત્રો સાથે ત્યાં ગયા હતા.

દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાતા મહિલા નીચે પટકાઇ

વરાછાથી મંગળવારે સાંજે તેમનો 22 વર્ષીય પુત્ર જેનિસ અને 16 વર્ષીય ઋતિક સાથે ઉષાબેન મોટરસાયકલ પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે દાંડી રોડ પર કુકણી ફાટક પાસે બસ સ્ટેન્ડ નજીક ઉષાબેનને કોરોનાથી બચવા માટે મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકની વ્હીલ ફસાઈ જતા ઉષાબેન નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી જ્યારે તેમના પુત્રોને પણ સામાન્ય ઈજા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જોકે ગંભીર ઈજા પામેલા ઉષાબેનને તાકીદે સારવાર માટે રાંદેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે ઉષાબેનના પતિ ખેતીકામ કરે છે જ્યારે તેમનો પુત્ર જેનિસ હીરા બસમાં કોમ્પ્યુટર કોમ્પ્યુટર તરીકે નોકરી કરે છે. આ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here