વિકી કૌશલ અને માનુષી છિલ્લર ની જોડીઆગામી ફિલ્મમાં જોવા મળે તેવી શક્યતા

0
124

યશરાજ ફિલ્મસ પોતાની એક સફળ ફિલ્મની રિમેક બનાવાની તૈયારીમાં

યશરાજ બેનરે બોલીવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. હવે આ બેનર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. વાત એમ છે કે, યશરાજ ફિલ્મ પોતાના પ્રોડકશન હાઉસની એક ફિલ્મની રીમેક બનાવાના છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, યશરાજ બેનર પોતાની હિટ ફિલ્મ ્ધર્મપુત્રની રિમેકની તૈયારી કરી રહ્યંં છે. જોકે સમયને લઇને આ ફિલ્મમાં બદલાવની ઘણી શક્યતા છે. આ ફિલ્માં વિકી કોશલ અને માનષી છિલ્લરની જોડી જોવા મળે તેવી શક્યતા છે.

જોકે આ ફિલ્મ વિશે પ્રોડકશન હાઉસ તરફથી સત્તાવાર રીતે જણાવામાં આવ્યું નથી. તેમજ સ્ટાર કાસ્ટનો પણ કોઇ ઉલ્લેખ કરવામા ંઆવ્યો નથી. જો આમ થશે તો વિક્કી કૌશલ અને માનુષીની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે જોવા મળશે. 

માનુષીએ પોતાની કારકિર્દીની શરૂઆત અક્ષય કુમાર સાથેની પૃથ્વીરાજથી કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here