સમગ્ર રાજ્યમાં હાલ દિવાળી (Diwali)ના તહેવાર નિમિતે 21 દિવસનુ દિવાળી વેકેશન (Diwali vacation)શરુ થયુ છે .પહેલી વાર આ વખતે કોરોના (Corona)મા વિદ્યાર્થી (Students)ઓ વગર સ્કૂલો ચાલી અને ઓનલાઇન શિક્ષણ (Online education)આપવામા આવ્યુ હતું. સ્કૂલોમા વર્ગખંડો અને શાળાના મેદાનો વિધ્યાર્થીઓ વિના સૂમસામ અને ખાલીખમ અને ભેકાર ભાસતા હતા.
જોકી આ વર્ષે ગુજરાતના સ્કુલોમા બે અઠવાડીયા વહેલુ દિવાળી વેકેશન આપી દેવામા આવ્યુ છે. આ વખતે 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. આમ કરવા પાછળનુ મુખ્ય કારણ એ જણાવાયુ છે કે, સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. બીજુ સત્ર 150-155 દિવસથી વધુ લાંબુ હશે, જેથી આગળના સત્રમા જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય. ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ. 9-12 ના વિધ્યાર્થીઓને બોલાવવામા આવી શકે છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામા લેવાય છે. તે આવતા વર્ષે મે મહિનામા યોજાય તેવી શક્યતા છે.
તેમ સુત્રોને કહેવુ છે. સુત્રએ વધુમા જણાવ્યા અનુસાર અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી ,તે જૂન 2021માં લેવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે.
50 વર્ષમાં પહેલીવાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. આ સુચવે છે કે દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે. પહેલુ સત્ર જૂન મહિનામા શરુ થાય છે. અને 105 દિવસનુ હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલા.. શરુ થાય છે. અને દેવદિવાળીની આસપાસ પુરુ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી વેકેશનની જે તારીખો જાહેર કરી છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે. કે તેમણે બીજુ સત્ર 40 દિવસ જેટલુ લાંબુ રાખવાની યોજના બનાવી છે. શહેરી વિસ્તારોમા ઓનલાઇન કલાસ સરળતાથી ચાલતા હશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમા કનેકિટવિટી સહિતની અન્ય સમસ્યા વિધ્યાર્થીઓને નડી રહી છે. તેથી દિવાળી વેકેશન પછી સ્કુલો ખુલી શકે છે.