વિદ્યાર્થીની આત્મહત્યાને મરાઠા આરક્ષણ સાથે જોડવાનો પ્રયાસ : સુસાઇડ નોટ બનાવટી નીકળી

0
79

– બનાવટી સુસાઇડ નોટ વાયરલ કરનાર સામે નોંધાયો ગુનો

બીડ તાલુકાના કેતૂરા ગામના એક વિદ્યાર્થી વિવેક સહાડે (૧૮)એ ૩૦ સપ્ટેમ્બરનો રોજ ખેતરમાં જઇ એક વૃક્ષ પર દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાબાદ મરાઠી આરક્ષને સ્થગિતી મળતા આ યુવાને આત્મહત્યા કરી હોવાની એક સુસાઇડ નોટ મીડિયામાં વાયરલ થઇ હતી જેને લીધે થોડા સમય માટે ભારે અસંતોષ પ્રવર્તયો હતો. હાલમાં પોલીસે તપાસમાં એવી વિગત બહાર આવી છે કે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી પણ કોઇ અજાણ્યા લોકોએ આ આત્મહત્યાનો લાભ ઉઠાવવા તેણે આરક્ષણને મુદ્દે આત્મહત્યા કરી  હોવાની બનાવટી સુશાંતની નોટ માધ્યમોમાં વહેતી કરી હતી. આ ઘટના બાદ પાલીસે અજાણી વ્યકિતઓ સામે ગુનો નોંધ્યો છે.

આ ઘટના બન્યા બાદ પોલીસે પંચનામુ કરી અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી. જોકે પોલીસે સુસાઇડ નોટની વધુ તપાસ કરતા આ સુસાઇડ નોટ બનાવટી હોવાનુ બહાર આવ્યુ હતુ અને તેની આત્મહત્યાને મરાઠા આરક્ષણ સાથે જોડી લાભ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનુ સ્પષ્ટ થયા બાદ પોલીસે સામાજીક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવાની કમલ હેઠળ અજ્ઞાાત વ્યકિત વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here