વિનાશ કે વિકાસ? / બનાસકાંઠા: કોરોના સાઇડમાં મુકી કિંજલ દવે અને ધારાસભ્ય લઇ રહ્યા છે સેલ્ફી જુઓ

0
96

રાજનેતાઓ, અને કલાકારો કેમ નથી કરી રહ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન? તેવા પ્રશ્નો વારંવાર ઉઠે છે ત્યારે ડિસામાં કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા સરઘષમાં સેલ્ફી પાડતા નજરે પડી રહ્યા છે. મહામારીએ માઝા મૂકી છે અને આ લોકો ગામ ભેગુ કરી મેળાવડાં કરે છે.

  • MLA શંશીકાંત પંડ્યા અને કલાકાર કિંજલ દવેએ નિયમો કરી ઐસી તૈસી
  • ડીસામાં રોડ ખાતમૃહર્તમા MLA શશીકાંત પંડ્યા કઢ્યો સરધસ
  • કિંજલ દવે પણ સરઘસમા જોડાયા

બનાસકાંઠામાં MLA શંશીકાંત પંડ્યા અને કલાકાર કિંજલ દવેએ નિયમો ઐસી તૈસી કરીને સરઘસ કાઢી રહ્યા છે. સામાન્ય પ્રજાને દંડતું તંત્ર આ મામલે કેમ ચૂપ છે. કેટલા રાજકિય નેતાઓને સભા-સરઘસો અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ માટે સજા કે દંડ અપાયા છે? 

ડીસાના રોડ પર રાજનેતાઓ દ્વારા નિયમોની ઐસી તૈસી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યની સાથે સાથે ગાયક કલાકર કિંજલ દવે પણ વરઘોડામાં જોડાઈ હતી. અને આ સરઘસમાં ઘોડા પર બેસીને નીકળી પડ્યા હતા.

ડીસામાં રોડ ખાતમૃહર્તમા MLA શશીકાંત પંડ્યાએ સરઘષ કાઢ્યું હતુ. કિંજલ દવે પણ સરઘસમા જોડાયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો સરઘસ જોવા ઉમટી પડ્યા છે. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટેન્સના નિયમોની અને ઐસી -તૈસી કરતો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here