વિરોધ / અટલ ટનલ પાસેથી સોનિયા ગાંધીના નામની તખ્તી થઇ ગાયબ! પ્રદેશ કોંગ્રેસે આપી આંદોલનની ચિમકી

0
110

રોહતાંગ પાસે બનેલી અટલ ટનલ પાસેથી સોનિયા ગાંધીના નામની શિલાન્યાસની તખ્તી હટાવાને લઇને કોંગ્રેસ પાર્ટી નારાજ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસે તેના વિરોધમાં પૂરા રાજ્યમાં આંદોલનને લઇને ચિમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબરના રોજ અટલ ટનલનું ઉધ્ધાટન કર્યું હતું. જ્યારે UPA સરકારના કાર્યકાળ મુજબ સોનિયા ગાંધીએ જૂન 2010માં ટનલની નીંવ રાખી હતી. 

કોંગ્રેસના હિમાચલ પ્રદેશના પ્રમુખ કુલદિપ સિંહ રાઠોરે આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીના નામની શિલાન્યાસની તખ્તીને 3 ઓક્ટોબરના રોજ ઉધ્ધાટન પહેલા સુરંગની પાસેતી હટાવી લેવામાં આવી હતી. 

કુલદિપ સિંહ રાઠોરે આ પગલાને લઇને સરકાર અને જિલ્લા તંત્રની નિંદા કરી છે. રાઠોરે કહ્યું કે, ‘જો સરકાર 15 દિવસની અંદર ઉધ્ધાટન તખ્તી પરત લાવવામાં નિષ્ફળ રહે છે, દો અમે એક રાજ્યવ્યાપી આંદોલન શરુ કરીશું.’

રાઠોરે કહ્યું કે 28 જૂન 2010ના રોજ સોનિય ગાંધીએ રાજ્યના કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલની ઉપસ્થિતિમાં આધારશિલા રાખી હતી. રાઠોરે કહ્યું કે મને જાણી આશ્ચર્ય થયું કે તખ્તી તે જગ્યા પરથી ગાયબ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આ તપાસ કરવી સરકાર અને પોલીસની જવાબદારી છે કે તખ્તી કેવી રીતે ગાયબ થઇ ગઇ. 

કુલદીપસિંહ રાઠોરે કહ્યું, તે સિવાય અમને કોંગ્રેસ શાસનના દરમિયાન આધારશિલા રાખવાના સંબંધમાં લાહૌલ-સ્પીતિ, સોલન, કિન્નોર તેમજ રાજ્યની અનેક જગ્યાઓ પરથી ફરિયાદ મળી છે. રાઠોરે દાવો કર્યો છે કે આ ઘટનાની FIR દાખલ કરવામાં આવી છે, પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી ખબર પડે છે કે આ ગતિવિધિ સત્તા પક્ષ અને જિલ્લા તંત્રને સંતુષ્ટ કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here