વિવાદ:કંગના રનૌતે ફટાકડા ફ્રી દિવાળીને સપોર્ટ કર્યો, ઈદ-ક્રિસમસની ઉજવણી પર સવાલો કર્યા

0
89

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના ભાઈના લગ્નને કારણે ચર્ચામાં આવી હતી. હવે કંગનાએ ફટાકડા ફ્રી દિવાળીને સપોર્ટ કર્યો હતો. આ સાથે જ તેણે લિબરલ્સને આડેહાથ લીધા હતા.

કંગનાએ લિબરલ્સ પર શાબ્દિક હુમલો કર્યો
કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું, ‘ચાલો, દિવાળીને ફટાકડા ફ્રી, ક્રિસમસ પર વૃક્ષો કાપ્યા વગર તથા ઈદ જાનવરો પર ક્રૂરતા કર્યા વગર સેલિબ્રેટ કરીએ…શું તમામ લિબરલ્સ મારી સાથે સહમત છે? જો ના તો એ જોઉં સરળ છે કે તમે શું ઈચ્છો, પરંતુ આ સ્પષ્ટ નથી કે તમે જે ઈચ્છો છો, તે કેમ ઈચ્છો છો. તમે તમારી જાતને પૂછો કે તમારી આ ડાર્ક ઈચ્છાઓની પાછળ શું કારણ છે?’

કંગનાએ આ ટ્વીટ એક યુઝરને જવાબ આપતા કરી હતી. તે યુઝરે કહ્યું હતું, ‘જો દિવાળી ફટાકડા વગર મનાવવામાં આવે છે, કારણ કે પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય. તો પછી ક્રિસમસને વૃક્ષો કાપ્યા સેલિબ્રેટ કરવી જોઈએ, જેથી આ ગ્રહને બચાવી શકાય. સુનિશ્ચિત કરો કે દરેક લિબરલે આ ટ્વીટ જુએ અને પોતાનું સ્ટેન્ડ લે.’

આ પહેલાં ભાભીની દેવી સાથે તુલના કરી હતી

કંગના હંમેશાં પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તે પોતાના વિચારો સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં ક્યારેય અચકાતી નથી. છેલ્લાં કેટલાંક દિવસોથી કંગનાએ સુશાંત સિંહ રાજપૂત કેસ, બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન, મુંબઈ પોલીસ, બોલિવૂડ પાર્ટી, નેપોટિઝ્મ, ડિપ્રેશન જેવા મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here