વિવેક ઓબેરોય : મહામારીમાં નિર્માતા તરીકે કામ કરવું એટલે બહુ મોટું પ્રેશર

0
72

મ હામારી છતાં હવે બોલીવૂડમાં ધીમે ધીમે કામ શરૂઆત થઇ છે. વિવેક આનંદ ઓબેરોયે તેની  આગામી ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’નું શુટિંગ શરૂ કરવાની તૈયારીમાં અમે આ ફિલ્મના ફોટોશૂટ કરાવ્યું છે અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે આ  ફિલ્મ થકી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક આ ફિલ્મ થકી બોવીવૂડમાં ડગ માંડી રહી છે. આ અને અન્ય એક પ્રોજેક્ટ થકી વિવેક ઓબેરોય હવે હીરોમાંથી નિર્માતા બને છે.

આવા સમયમાં અભિનેતાની સાથો સાથ નિર્માતા બની બબ્બે જવાબદારી સંભાળતા વિવેક ઓબેરોયને મળ્યા તો તેમે જણાવ્યું, ‘એક નિર્માતા તરીકે તમે કામ કરતાં હો ત્યારે તમારા પર જબરદસ્ત પ્રેશર આવતું હોય છે. અને તેમાંય તમે લોકોને સેટ પર કામ કરવા માટે બોલાવો ત્યારે તેઓ આવશે કે નહીં, એ સ્યોર નથી હોતું.

આ ઉપરાંત સેટ પર લોકો એકત્ર થાય ત્યારે સલામતી સૌથી મોટી સમસ્યા હોય છે.બાન્દ્રાના મહેબુબ સ્ટુડિયોમાં તમે એક માળ બુક કરાવો એ પછી તમારે કોઇ સમસ્યા નથી હોત, પણ અત્યારના સમયમાં તમારે પ્રોટોકોલનો તો અમલ કરવાનો જ હોય છે સાથે સાથે લાંબી પ્રક્રિયા પણ કરવાની જરૂર હોય છે.

વિવેક કહે છે, તમારે સેટ પર અગાઉની કામગીરી તો પૂરી કરવાની જ હોય છે અને સાતોસાથ એક હીરો તરીકે બધા જ પ્રિકોશનન્સ પાળવાના હોય છે. મારે કેમેરાને પણ ફેસ કરવાનો છે.

આથી, મારે કેમેરા પાછળ રહીને લોકોને શી શી કાળજી રાખવી તેની સૂચના પણ આપતા રહેવાની હોય છે. અને શોટ પર પણ ફોકસ રાખવાનું હોય છે. અને તો આ બધુ મારી  પાસે જ આવવાનું હોય છે ને. હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં ૧૮ વર્ષ છું, પણ વધારાની જવાબદારી તો ટેક્સ ચુકવવા જેટલું ભારણ હોય છે.’

એક ક્રુ-મેમ્બરે એલાર્મ વગાડયો ત્યારે વિવેકના ચહેરા પર ચિંતાની રેખા તણાઇ આવી. જ્યારે કોઇ મેમ્બર માંદો પડે તો હું ભગવાનને પ્રાર્થના કરું તેને કોવિદ ન થયો હોય, બાદમાં મને ખબર પડી કે તેને સામાન્ય ફ્લૂ થયો છે. જો ૪૦-૫૦ જણાંમાંથી કોઇને ખાંસી પણ થાય તો બધાં જ ક્રું થંભી જાય. તેમને કોરોના તો નથી થયોને એવા ભયથી. આવી પરિસ્થિતિ હોય છે સેટ પર એક નિર્માતા માટે, એમ જણાવે છે વિવેક ઓબેરોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here