વિશ્વનું એક અજીબોગરીબ ગામ જ્યાં માત્ર મહિલાઓ જ રહી શકે છે

0
57

– આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

વિશ્વભરમાં ભલે મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર આપવાની વાત કરવામાં આવી રહી હોય, પરંતુ મહિલાઓ હજુ પણ ક્યાંકને ક્યાંક સમાનતા માટેની લડત લડી રહી છે. પુરુષ પ્રધાન સમાજથી આઝાદી મેળવવા માટે મહિલાઓ શક્ય એટલા પ્રયાસો કરે છે, જેથી તે ખુલ્લી હવામાં શ્વાસ લઇ શકે. ન માત્ર ભારત પરંતુ વિદેશોમાં પણ આ પરિસ્થિતિ છે. વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં આજે પણ મહિલાઓનું શાસન ચાલે છે. તેનું જીવંત ઉદાહરણ આફ્રીકાના દેશ કેન્યામાં આવેલ એક ગામમાં જોવા મળે છે. 

કેન્યાની રાજધાની નૈરોબી પાસે એક ગામ છે ઉમોજા. આ એક એવું ગામ છે જ્યાં માત્ર મહિલાઓ રહે છે અને તેમનું જ શાસન ચાલે છે. આ ગામની ખાસિયત એ છે કે અહીં કોઇ પુરુષ પ્રવેશી શકતો નથી. ઉમોજા ગામમાં રહેતી રોઝલિના લિઆરપોરા નામની એક મહિલા ઘરનું કામ કરે છે, લાકડા સળગાવે છે અને રંગબેરંગી મોતીઓથી જ્વેલરી બનાવે છે. 

રોઝલિનાની ઉંમર તે સમયે માત્ર ત્રણ વર્ષની હતી જ્યારે તે આ ગામમાં આવી હતી. અહીં 48 મહિલાઓનો એક સમૂહ પોતાના બાળકોની સાથે પુઆલની ઝૂંપડીઓમાં રહે છે. આ ગામમાં પુરૂષો પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે. જો કોઇ પુરુષ અહીં પ્રવેશ કરે છે તો તેની માહિતી સ્થાનિક પોલીસને આપી દેવામાં આવે છે અને તે પુરુષને ચેતાવણી આપવામાં આવે છે કે તે ફરીથી ગામમાં પ્રવેશ ન કરે. 

આ ગામની શરૂઆત વર્ષ 1990માં 15 મહિલાઓના સમૂહ દ્વારા કરવામાં આવી હતી. સંબુરુ અને ઇસિઓસોની પાસે આવેલ ટ્રેન્ડિંગ સરહદની આસપાસના વિસ્તારમાં બ્રિટિશ જવાનોએ આ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેમના સમાજ દ્વારા તેમને નફરતની દ્રષ્ટિથી જોવા લાગ્યા, જાણે તેમનો જ વાંક હોય. કેટલીક દુષ્કર્મ પીડિતાઓ એવી પણ છે જેમનું કહેવું ચેહ કે તેમની સાથે આ અપરાધ થયા બાદ પતિએ તેમને પરિવાર માટે અપમાનજનક માનીને ઘરમાંથી બહાર નિકાળી દીધા હતા. આ જગ્યા પર તેમને એક જમીન મળી. મહિલાઓ અહીં આવીને રહેવા લાગી અને ગામને નામ આપી દીધું ઉમોજા, જે એકતાને પ્રદર્શિત કરે છે. 

ધીમે-ધીમે આ ગામ એક શરણાસ્થળમાં ફેરવાઇ ગયું. અહીં તે તમામ મહિલાઓનું સ્વાગત કરવામાં આવે છે જેમને તેમના ઘરમાંથી નિકાળી દેવામાં આવે છે. અહીં પોતાના લગ્ન જીવનમાં પરેશાન, ફીમેલ મ્યૂટિલેશનથી પીડિત મહિલાઓ, દુષ્કર્ન અને અન્ય અપરાધોથી પીડિત મહિલાઓ આવે છે. કેટલીક મહિલાઓ એવી પણ છે જે પોતાના પતિના મૃત્યુ બાદ ત્યાં આવે છે. 

ઉમોજામાં રહેતી તમામ મહિલાઓ સંબુરુ સંસ્કૃતિની છે. આ સમાજ પિતૃસત્તાત્મક છે અને અહીં બહુલગ્નની પ્રથા પચલિત છે. અહીં ફીમેલ મ્યૂટિલેશન સૌથી વધારે કરવામાં આવે છે, દરેક ઉંમરની મહિલાઓ અહીં આવીને રહી શકે છે. અહીં રહેતી મહિલાઓમાં 98 વર્ષની વડીલથી લઇને 6 મહિના સુધીની બાળકી પણ સામેલ છે. કેટલીય મહિલાઓ તો ગર્ભવતી અવસ્થામાં અહીં આવીને રહેવા લાગે છે. 

ઉમોજા ગામમાં મહિલાઓ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે ખુશીથી રહે છે. તેમને ત્યાં કોઇ કામ માટે પરવાનગી લેવાની જરૂર પડતી નથી. આ ગામની મહિલાઓ રંગબેરંગી મોતીઓની માળા બનાવે છે જેનાથી તેમનું જીવન ચાલે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here