વિશ્વભરમાં માત્ર આ એક મહિલા જ બોલે છે આ અનોખી ભાષા!

0
62

– દુનિયાભરની કેટલીય ભાષાઓમાંથી હજારો વર્ષો જુની કેટલીય ભાષાઓનું અસ્તિત્ત્વ ખતમ થઇ રહ્યું છે

નવી દિલ્હી, તા. 04 ઑક્ટોબર 2020, રવિવાર 

વિશ્વભરમાં લગભગ 6,900થી વધારે ભાષાઓ બોલવામાં આવે છે. તેમાંથી કેટલીય ભાષા એવી છે જે હજારો વર્ષ જુની છે. ત્યારે કેટલીય ભાષા એવી પણ છે જેનું અસ્તિત્ત્વ ખૂબ જ જલ્દી ખતમ થઇ રહી છે. કારણ કે આ ભાષાઓમાં બોલનારા માંડ હજાર લોકો જ બચ્યા છે. કંઇક આ પ્રકારની જ એક ભાષા છે યઘાન. અર્જેન્ટીનાનો એક દ્વીપની આ મૂળ ભાષા હવે લગભગ ગાયબ થઇ ચુકી છે. 

યઘાન ભાષાને લઇને ચોંકાવનારી વાત એ છે કે આ ભાષા બોલનાર એક જ વ્યક્તિ જીવિત છે, જે એક મહિલા છે. ઉલ્લેખનીય છે કે યઘાન ભાષાને અર્જેન્ટિના અને ચિલીની વચ્ચે આવતા ટિએરા ડેલ ફ્યૂગો નામના દ્વીપ પર રહેતાં આદિવાસી લોકો બોલતાં હતાં. આ ભાષાને સંસ્કૃતને મળતી આવતી ભાષા માનવામાં આવે છે. જો કે, આ ભાષા બોલનાર માત્ર એક જ વૃદ્ધ મહિલા છે. 

યઘાન ભાષા બોલનાર આ મહિલાનું નામ ક્રિસ્ટિના કાલ્ડેરૉન છે. ક્રિસ્ટિનાને સ્થાનિક લોકો અબુઇલા બોલાવે છે. અબુઇલા એક સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ દાદીમા થાય છે. ક્રિસ્ટિનાના પરિવારના બાકીના સભ્યો સ્પેનિશ અથવા અંગ્રેજી જેવી ભાષાઓ બોલે છે. જો કે, પરિવારના કેટલાય સભ્ય ભાષા સમજે તો છે પરંતુ બોલી શકતા નથી. 

યઘાન ભાષાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે ક્રિસ્ટિનાને કેટલીયવાર સન્માનિત પણ કરવામાં આવ્યા છે. વર્ષ 2009માં ચિલી સરકારે તેમને Living Human Treasureની ઉપાધિ આપી હતી. આ ઉપાધિ તે લોકોને મળી છે જેમણે કલ્ચરને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હોય. 

ઉલ્લેખનીય છે કે યઘાન એક ભાષા જ નથી પરંતુ એક બંજારા સમાજનું નામ પણ હતું, જે દક્ષિણ અમેરિકાથી ચિલી અને અર્જેન્ટિના સુધી પહોંચી ગયા હતા. પોર્ટુગીઝઓએ સૌથી પહેલા વર્ષ 1520માં આ કુળ વિશે જાણ્યું હતું, આજના સમયમાં ક્રિસ્ટિના યઘાન ભાષાને સરકારી મદદથી જીવંત રાખવાનો અભિયાન ચલાવી રહી છે. ક્રિસ્ટિના અર્જેન્ટિનાના શાળામાં નાના બાળકોને આ ભાષા શિખવાડવાનું કામ કરે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here