વિશ્વ યુદ્ધના ખતરાની ઘંટડી વાગી! સૌથી મોટું જંગનું મેદાન તો રશિયાની નજીકમાં

0
107

કોરોના કટોકટીની વચ્ચે વિશ્વ યુદ્ધની ઘંટડી વાગવા લાગી છે, કારણ કે વિશ્વની ચાર જગ્યાએ પાડોશી દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યા છે. સૌથી મોટું જંગનું મેદાન તો રશિયાની નજીક બનેલું છે, જ્યાં આર્મેનિયા અને અઝરબૈજાન જમીન માટે એક બીજાના લોહીના તરસ્યા ચૂકયા છે. બંને દેશોની વચ્ચે મિસાઇલ, તોપ, ટેન્ક યુદ્ધ ચાલી રહ્યું છે. મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ અઝરબૈજાને તો આર્મેનીયા પર ડ્રોન હુમલો પણ શરૂ કરી દીધો છે.

આ દેશોમાં પણ તણાવ વધ્યો

આર્મેનિયા અને અઝરબૈજાનમાં સીધું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે વિશ્વના કેટલાક અન્ય દેશોની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત-ચીન સરહદ વિવાદ પર આમને-સામને છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. તો રશિયા પણ પાકિસ્તાન અને તુર્કીના કાવતરા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત, ચીન અને તાઇવાન વચ્ચે પણ ખૂબ તણાવ વધી ગયો છે.

ચીનના વલણથી તણાવ વધશે

સાઉદી અરેબિયાએ ઈરાનના 10 આતંકવાદીઓની ધરપકડ કરી છે, ત્યારબાદ એવી આશંકા છે કે સાઉદી અરબ અને ઈરાન એક-બીજા સામે યુદ્ધની જાહેરાત કરી શકે છે. તો લદાખમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થતો દેખાઇ રહ્યો નથી. તેનાથી ઉલટું ચીને તણાવને વધુ ભડકાવા માટે લદ્દાખ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ત્યારબાદ એલએસી પર ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવનો ભય વધુ ઘેરો બન્યો છે.

અઝરબૈજાન હુમલા માટે ડ્રોનનો કરી રહ્યું છે ઉપયોગ

બીજી તરફ રશિયા અને તુર્કી પણ આર્મેનિયા અને અઝરબૈજાનના યુદ્ધમાં સામેલ છે. જો તુર્કીએ અઝરબૈજાનને ટેકો આપવાની જાહેરાત કરી છે તો રશિયા આર્મેનિયાના સમર્થનમાં કોઈપણ સમયે અઝરબૈજાન પર હુમલો કરી શકે છે. નાગોર્નો-કારાબાખના પર્વતીય ક્ષેત્રને લઈને રવિવારથી આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આર્મેનીયાના મિસાઇલ હુમલામાં અઝરબૈજાનની ઘણી ટેન્કનો નાશ થઇ છે તો અઝરબૈજાને પણ બદલામાં મોટું નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. એટલું જ નહીં અઝરબૈજાન દ્વારા આર્મેનિયા વિરુદ્ધ ડ્રોન યુદ્ધ પણ છેડવામાં આવ્યું છે. અઝરબૈજાન ડ્રોન દ્વારા આર્મેનિયાની ટેન્કોને નાશ કરી રહ્યું છે.

સમર્થનમાં ઉતર્યા ઘણા દેશ

માહિતી મળી છે કે અઝરબૈજાન આ હુમલા માટે તુર્કી પાસેથી ખરીદેલા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અઝરબૈજાને તુર્કીથી બાયબરકર TB2 ડ્રોન ખરીદ્યા હતા. આ મધ્યમ ઉંચાઇએ ઉડાન દ્વારા લાંબા અંતરનો હુમલો કરવા માટે સક્ષમ છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં માત્ર ડ્રોન જ નહીં, તોપ, ટેન્ક, રોકેટ અને ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આર્મેનિયા અને અઝરબૈજાનનું આ યુદ્ધ ધીમે ધીમે એક મહાયુદ્ધમાં બદલાઈ રહ્યું છે. વિશ્વના વિવિધ દેશો બંને દેશોના સમર્થનમાં ઉભા થયા છે, જેના કારણે આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાનું જોખમ છે.

પરમાણુ સશસ્ત્રોથી લેસ મિસાઇલ હુમલાની ધમકી

આર્મેનિયાએ અઝરબૈજાનને ધમકી આપી છે કે તે પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયાની સૌથી ઘાતક મિસાઇલ પર હુમલો કરી શકે છે. ISKANDAR MISSILE નામની બેલિસ્ટિક મિસાઇલનું નિશાન અચૂક છે. આ મિસાઇલના ઘરેલુ વર્ઝનની રેન્જ 400 કિ.મી.ની છે અને તે 700 કિગ્રા સુધી ભારે યુદ્ધ સામગ્રી લઇ જઇ શકે છે. તે રડારને ચકમો આપવામાં સક્ષમ છે તેમજ દુશ્મનના મિસાઇલ એટેકથી પોતાને બચાવવા માટે લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. એટલે સુધી કહેવાય છે કે આ મિસાઇલથી અમેરિકા પણ હચમચી ઉઠ્યું છે.

એરસ્પેસનું ઉલ્લંઘન

આર્મેનિયાએ આક્ષેપ કર્યો છે કે તુર્કીના લડાકુ વિમાનો તેના એરસ્પેસનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તુર્કીના એફ-16 ફાઇટર જેટ એ તેના સુખોઈ-25 લડાકુ વિમાનને નિશાન બનાવ્યા છે. જો કે તુર્કી અને અઝરબૈજાન આ આરોપોને નકારે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તુર્કી અને પાકિસ્તાન અઝરબૈજાન વતી લડવા માટે તેમના આતંકીઓને નાગોર્નો-કારાબાખ મોકલી રહ્યા છે. આ આતંકવાદીઓને સિરિયા અને લીબિયા ગૃહયુદ્ધથી પ્રભાવિત નાગોર્નો-કારાબાખ મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક આતંકવાદીઓ 22 સપ્ટેમ્બર અને ત્યારબાદ તુર્કી થઈને અઝરબૈજાનની રાજધાની બાકુ પહોંચ્યા હતા.

આતંકવાદીઓને પગાર આપી રહ્યું છે તુર્કી

ભારે સશસ્ત્રો સાથે અંદાજે 1000 આતંકીઓ છે. આ તમામ અલ હમઝા બ્રિગેડના આતંકવાદીઓ કહેવાય છે. તુર્કીની સાથે પાકિસ્તાનની આઈએસઆઈ પણ આ ષડયંત્રમાં સામેલ છે. સમાચારો અનુસાર તુર્કી આ આતંકવાદીઓને પગાર તરીકે 1500 થી 2000 ડોલર પણ ચૂકવી રહ્યું છે. તુર્કી અને પાકિસ્તાને આ ષડયંત્રની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે, કારણ કે રશિયાની આર્મેનિયા સાથે લશ્કરી સંધિ છે. આવી સ્થિતિમાં જો આર્મેનિયા પર હુમલો થાય છે તો રશિયા તેના ઉપર હુમલો થયેલો માનશે અને તુર્કી-પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here