વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તબિયત નાદુરસ્ત, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુંજય જાપ શરૂ કરાયા

0
112

કોરોના વાઇરસનું સંક્રમણ રાજ્ય, દેશ સહિત સમગ્ર વિશ્વમાં ખુબ જ વધી રહ્યું છે અને વાઇરસની હજુ સુધી કોઈ અસરકારક રસી શોધાઈ શકી નથી. અત્યારે તો માસ્ક પહેરવું એ જ વેક્સિન છે. આમ છતાં ઘણા લોકો બેદરકારી દાખવી પોતાની જાતને અને પરિવારને પણ જોખમમાં મૂકે છે. રાજ્યમાં સામાન્ય માણસથી લઈને રાજકારણીઓ, સાધુ-સંતો કોરોનાની ઝપેટે લાગી ગયા છે.

વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની નાદુરસ્ત તબિયતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જગવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની સ્વાસ્થ્ય ખરાબ થઈ છે, જેના કારણે હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યના સમાચાર મળતા તેમના પ્રશંસકોમાં ઉંડા દુ:ખની લાગ્ણી વ્યાપી ગઈ છે. હાલ જગવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યને ધ્યાને લઇ મહામૃત્યુંજય મંત્રના જપ યજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. મંત્ર શક્તિમાં અદભૂત તાકાત છે એ આધારે મહામૃત્યુંજય જાપ તેમના અનુયાયીઓ દ્વારા શરૂ કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલી રહી છે અને તેમની સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ સ્વસ્થ થાય તેવી પાર્થના કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here