વેપારી GSTR-3B ફાઈલ ન કરે તો ઇ-વે બિલ કઢાવી નહીં શકે

0
42

– 15મી ઓક્ટોબરથી ઇ-વે બિલ કાઢી શકશે નહીં

– વાર્ષિક રૂા. 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાતવા 60 ટકા વેપારીઓ કે બિઝનેસમેનોની હાલાકી વધવાની સંભાવના

વાર્ષિક રૂા. 5 કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારી સતત બે મહિના સુધી તેનું જીએસટીઆર-3બી રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી જાય તો તેને ઈ-વૅ બિલ કાઢવા પર અંકુશ લગાવી દેવામાં આવશે.

જીએસટીઆર-3બીનું રિટર્ન ન ફાઈલ કરનારા હજોરો વેપારીઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસો આપી છે. તેમ જ તેમને જણાવી દીધું છે કે આગામી 15મી ઓક્ટોબરથી તેમને ઇ-વૅ બિલ કાઢવાની છૂટ મળશે નહિ. 

જીએસટીઆર રિટર્ન ફાઈલ ન કરનારા સંખ્યાબંધ વેપારીઓના સપ્લાયના કામકાજ પંદરમી ઓક્ટોબરથી ખોરવાઈ જશે.  અત્યાર સુધીમાં ભરાતા રિટર્નનું અવલોકન કરતાં જણાઈ રહ્યું છે કે 100માંથી અંદાજે માત્ર 60 ટકા વેપારીઓ નિર્ધારિત તારીખ સુધીમાં તેમના રિટર્ન ફાઈલ કરે છે.

ગુજરાતના હજારો વેપારીઓ અને દેશના  લાખ જેટલા વેપારીઓને ઇ-વે બિલ કાઢવામાં તકલીફ પડવાની સંભાવના નિર્માણ થઈ શકે છે. રૂા. 50,000થી વધુ મૂલ્યનો અને વીસ કિલો મીટરથી વધુ દૂર માલ ટ્રાન્સફર કરવો હોય તો તેવા સંજોગોમાં તેમને માટે ઇ-વે બિલ કઢાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

કંપનીના મૅનેજમેન્ટ વચ્ચે ડખા પડયા હોય કે પછી કંપનીના કોઈ મોટા પ્રમોટરનું અવસાન થયું હોય તેવા કિસ્સાઓમાં પણ જીએસટીઆર-3બી ફાઈલ કરવામાંથી રાહત આપવામાં આવતી નથી. તેમ જ કંપનીના એકાદ પ્રમોટર એક્સપાયર થઈ ગયા હોય તેવા સંજોગોમાં જીએસટીએનના અધિકારીઓ મચક આપતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here