બોલિવૂડના કિંગ સલમાન ખાને તેની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ શરૂ કરી દીધું હોવાની માહિતી તેના ફેન્સને આપી હતી. સલમાન ખાન માર્ચ મહિનામાં લોકડાઉન લાદવામાં આવ્યું તે અગાઉથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. પ્રભુ દેવાના ડાયરેક્શનમાં આ ફિલ્મ બની રહી છે. ભાઈ જાનની આ ફિલ્મ માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રાધે ફિલ્મના શૂટિંગનો પ્રારંભ થયો

સલમાન ખાને ઇન્સ્ટગ્રામ પર આ ફિલ્મના સેટના ફોટો રિલીઝ કર્યા હતા. જેમાં તે બ્લેક જેકેટ સાથે કેમેરા સામે ઉભો છે.તેણે કેપ્શનમાં લખ્યું છે કે સાડા છ મહિના બાદ શૂટિંગમાં પરત ફર્યો છું.રાધે ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2021માં 22મી માર્ચે રિલીઝ થનારી છે. સલમાન ખાનની સાથે આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળશે. અગાઉ આ બંનેએ ફિલ્મ ભારત માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં હજી બે સોંગ્સનું શૂટિંગ તથા પાંચેક દિવસનું કામ બાકી છે.

બહારની કોઈ વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં

Kick-2

કોરોના વાયરસની બીમારી તથા તેના જોખમથી દૂર રહેવા માટે આ વખતે રાધે ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ બહારની વ્યક્તિને શૂટિંગના સ્થળે પ્રવેશ મળશે નહી. આ ઉપરાંત પ્રવાસ ટાળવા માટે સ્ટુડિયોની નજીકની જ એક હોટેલમાં સમગ્ર યુનિટની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શૂટિંગ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો હોટેલમાં જ રોકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here