શાહિદ કપૂરે આગામી ફિલ્મ જર્સીની ફીમાં કપાત કર્યો

0
78

– અભિનેતાએ રૂપિયા આઠ-દસ કરોડ ઘટાડયા હોવાની વાત

શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં   વ્યસ્ત થઇ ગયો છે. તે લગભગ છ મહિના પછી કામ પર આવ્યો છે. કહેવાય છે કે તેણે લોકડાઉનના કારણે પ્રોડયુસરના આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને પોતાની ફીમાં ધરખમ ઘટાડો કર્યો છે. 

શાહિદ ફિલ્મ જર્સી માટે રૂપિયા ૩૩ કરોડ ફી લેવાનો હતો તેમજ ફિલ્મના પ્રોફિટમાં પણ તેની ૨૦ ટકાની ભાગીદારી હતી. ગયા વરસે શાહિદની કબીર સિંહની જબરદસ્ત સફળતા જોઇને નિર્માતાએ તેની ફીની માંગણી સ્વીકારી હતી. 

જોકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહિદ થોડી નમ્રતા દાખવી છે. સૂત્રની વાત સાચી માનીએ તો શાહિદે પોતાની ફીમાં આઠ-દસ કરોડ રૂપિયા ઘટાડયા છે. હવે તેને આ ફિલ્મ માટે ફર્ત રૂપિયા ૨૫ કરોડ મળે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ કોરોના વાયરસના કારણે લદાયેલા લોકડાઉથી આ ફિલ્મ શરૂ થઇ શકી નહોતી. હવે તેની નવી રિલીઝ ડેટ જલદી જ જણાવામાં આવશે. 

શાહિદ આ ફિલ્મ માટે મૃણાલ ઠાકુર સાથે ઉત્તરાખંડ, દહેરાદૂન અને ચંદીગઢમાં શૂટિંગ કરવાનો છે. આ ફિલ્મનું ૭૦ ટરા કામ પહેલા જ પુરુ થઇ ચુક્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here