શિલ્પા શેટ્ટી આગામી ફિલ્મના શૂટિંગ માટે મનાલી પહોંચી

0
63

– અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું

શિલ્પા શેટ્ટી અને તેની ટીમ ફિલ્મના શૂટિંગ માટે  વ્યસ્ત થઇ ગઇ છે અન ેતેઓ મનાલી પહોંચી ગયા છે. શિલ્પા હાલ તેની આવનારી ફિલ્મ હંગામાં માટે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મના શૂટિંગની શરૂઆત થવાની જાણકારી આપી હતી. 

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું છે કે, કોવિડ ટેસ્ટ થઇ ગઇ છે અને અમે મનાલીમાં હંગામા કરવા નીકળ્યા. ફિલ્મનું બાકીનું શૂટિંગ મનાલીમાં શરૂ થઇ ગયું છે. આ તસવીરમાં શિલ્પા શેટ્ટી સાથે પરેશ રાવલ, મીઝાન જાફરી, પ્રોડયુસર રતન જૈન અને પરેશ રાવલ જોવા મળી રહ્યા છે. 

હંગામા ટુની શેડયુલ લગભગ ૨૦ દિવસનું હશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી ફિલ્મ હંગામાની સિકવલ છે.લગભગ ૧૭ વરસ પછી આ ફિલ્મની સિકવલ બની રહી છે. 

શિલ્પા આ ફિલ્મ ઉપરાંત નિકમ્મા ફિલ્મમાં પણ કામ કરી રહી છે.જેમાં તે ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસ્સાની સાથે જોવા મળશે. લગભગ ૧૦ વરસના લાંબા સમયગાળા પછી  શિલ્પા રૂપેરી પડદે પાછી ફરી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here