શું તમે જાણો છો તમારા ફેસબુકમાં છે એક છુપાયેલું ઇનબોક્સ, તેમાં રહેલા મેસેજને આ રીતે મેળવો

0
89

સોશિયલ મીડિયા આપણા સૌના જીવનનો એક અભિન્ન ભાગ છે. જ્યાં આપણે આપણી લાગણીઓને દર્શાવતા રહીએ છીએ. શું તમે ફેસબુકનો ઉપયોગ કરો છો તો પછી તમને છુપાયેલા ઇનબોક્સ અંગે જાણકારી હશે જ.જો તમે લાંબા સમયથી ફેસબુકનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પછી તમે હજી સુધી તેના છુપાયેલા ઇનબોક્સમાં ઘણા સંદેશા નહીં વાંચ્યા હોય.આ ઇનબોક્સને ફેસબુક મેસેંજરમાં સરળતાથી એક્સેસ કરી શકાતું નથી અને ફક્ત મિત્રોના સંદેશા જ દેખાય છે. આ સંદેશા તે યૂઝર્સના છે

જેમને ફેસબુક પર તમારા મિત્રોની યાદીમાં શામેલ નથી. 
જે યૂઝર્સ તમારા મિત્રોની યાદીમાં શામેલ ન હોય તેમણે મોકલેલા સંદેશા, મેસેજ રિક્વેસ્ટસમાં જાય છે. આ મેસેજનું કોઇ નોટિફિકેશન નથી મોકલતા.આ સિવાય, આવા સંદેશાઓ ડિફોલ્ટ ઇનબોક્સમાં પણ દેખાતા નથી અને એક ફોલ્ડરમાં આવા મેસેજ જતા રહે છે.

જો તમારે આ મેસેજ વાંચવા હોય તો તમારે મેસેજ રિક્વેસ્ટ ફોલ્ડરમાં જવાનું રહેશે. આ માટે તમારે ફોનમાં મેસેંજર એપ્લિકેશન ખોલવી પડશે.

આ રીતે તમને બીજું ઇનબોક્સ મળશે
મેસેંજર એપ્લિકેશન ખોલ્યા પછી, તમારે તેમાં ‘People’ વિકલ્પ પસંદ કરવો પડશે. ઉપરના વિભાગમાં એક નાનો બબલ ચિહ્ન આવશે જેના પર ત્રણ બિંદુઓ દેખાશે. આ તમારું મેસેજ રિક્વેસ્ટ ફોલ્ડરછે. તેના પર ટેપ કર્યા પછી, તમે ઘણા સંદેશા જોઇ શકશો.

સારી વાત એ છે કે યુઝરને તે જાણ પણ નહીં થાય કે તેનો મેસેજ જોયો છે કે નહીં. આવી સ્થિતિમાં, તમે સંદેશ વાંચ્યા પછી પણ જવાબ આપવા માંગતા નથી, તો મેસેજનો જવાબ આપશો નહી. માત્ર તમારી જાણ માટે જ આ મેસેજ ખુલશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here