શું તમે પણ ભૂલી ગયા છો તમારા મોબાઇલનું સ્ક્રીન લોક, આ ખોલવાની સહેલી ટ્રિક

0
135

જો તમારી પાસે એન્ડ્રોય્ડ મોબાઇલ છે તો તમારે સ્ક્રીન લોક પણ જરૂર હશે, તમારામાંથી ઘણા લોકોની સાથે એવું પણ થતું હશે કે તમે ફોનની પેટર્ન લોક ભૂલી ગયા હશો. એવામાં મોટી સમસ્યા એવી થઇ જાય છે તો તમને તમારી ફોનનું પેટર્ન લોક ખોલવાની 4 રીત જણાવીએ.

એન્ડ્રોયડ ડિવાઇસ મેનેજર સર્વિસ તમારા ગૂગલ એકાઉન્ટથી લિંક હોય છે. જો તમે ફોનનું લોક ભુલી ગયા છો તો કોઇ બીજી ડિવાઇસથી ગૂગલ એકાઉન્ટ લોગિન કરો અને પછી એન્ડ્રોયડ ડિવાઇસ મેનેજરમાં સર્ચ કરીને ફોનને અનલોક કરો. જોકે, તેના માટે તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઇએ.

આ ગૂગલ ડિવાઇસ મેનેજરની જેમ સેમસંગની સર્વિસ છે. જો તમારી પાસે સેમસંગનો ફોન છે તો //findmymobile.samsung.com/login.do પર જાઓ અને તમારા સેમસંગ એકાઉન્ટથી લોગિન કરો અને પછી Lock my screen પર ક્લિક કરી ફોનને અનલોક કરો. પરંતુ જો તમે ક્યારેય પણ સેમસંગ એકાઉન્ટ બનાવ્યું નથી તો આ સર્વિસ કામ કરશે નહીં.

ત્રીજી રીત ફોરગેટ પેટર્ન છે. 5 વખત ખોટા પાસવર્ડ નાખ્યા બાદ તમારે Try again in 30 secondsનો મેસેજ દેખાશે. જેવો જ આ મેસેજ જોવાય એવું ફોનની નીચે એટલે કે હોમ બટનની આસપાસ ટેપ કરો. હવે તમારે Forgot Patternનો ઓપ્શન દેખાશે. તે બાદ ગૂગલ એકાઉન્ટ ડિટેઇલ નાખો. હવે તમારે એક ઇમેઇલ મળશે જે બાદ લોગિન કરી તમે ફોનની નવી પેટર્ન સેટ કરી શકશો.

ચોથી રીત ફેક્ટી રીસેટ છે. પરંતુ તેમા તમારી ફોન મેમરીનો ડેટા ડિલીટ થઇ જશે, સૌથી પહેલા ફોનને ઓફ કરો. હવે વોલ્યુમ અપ, હોમ બટન અને ઓન બટન એક સાથે દબાવો. થોડીક વારમાં તમને ફોટોમાં દેખાઇ રહેલા ઓપ્શન મળશે. તેમાથી Wipe data/factory reset>Reboot system now પર ક્લિક કરી ફોનને રિસેટ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here